SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તરહસ્યદીપિકા परे न कुर्यात्संकरं ततः ॥२॥ लूतास्यतन्तुगलिते ये बिन्दौ सन्ति जन्तवः । सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे ॥३॥" इति गलनकविचारमीमांसायाम्। 2. તે સાંખ્ય પરિવ્રાજકો જળમાં રહેનારા જીવોની દયાનું (અહિંસાનું) પાલન કરવા માટે પોતે તો પાણી ગળવાના ગળણાનો ઉપયોગ કરે છે અને પોતાના ભક્તોને પણ ગળણા વડે પાણી ગાળીને વાપરવાનો ઉપદેશ દે છે. ગલનકવિચારમીમાંસામાં કહ્યું છે– “છત્રીસ આંગળ લાંબા, વીસ આંગળ પહોળા ઘટ્ટ ગળણા વડે પાણી ગાળવું જોઈએ. પાણી ગાળવા ઉપરાંત પણ જીવોની દયા તરફ વિશેષ ધ્યાન દેવું જોઈએ. મીઠા પાણીમાં ઉત્પન્ન થયેલા જીવો ખારા પાણીથી મરી જાય છે અને ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા જીવો મીઠા પાણીથી મરી જાય છે. તેથી મીઠું પાણી અને ખારું પાણી ભેગું ન કરવું. કરોળિયાના મુખમાંથી નીકળતી લાળના તાંતણામાં ગળતાં સૂક્ષ્મ જંતુઓ જેવા જ સૂક્ષ્મ જંતુઓ જે પાણીના એક ટીપામાં છે તે ભમરા જેવડા ધૂળ બની જાય તો ત્રણે લોકમાં ન સમાઈ શકે.” 3. सांख्याः केचिदीश्वरदेवाः, अपरे च निरीश्वराः । ये च निरीश्वरास्तेषां नारायणो देवः । तेषामाचार्या विष्णुप्रतिष्ठाकारकाश्चैतन्यप्रभृतिशब्दैरभिधीयन्ते । तेषां मतवक्तार: कपिलासूरिपञ्चशिखशलभार्गवोलूकादयः, ततः शांख्याः कापिला इत्यादिनामभिरभिधीयन्ते । तथा कपिलस्य परमपिरिति द्वितीयं नाम, तेन तेषां पारमर्षा इत्यपि नाम ज्ञातव्यम् । 3. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવ માને છે, અને કેટલાક નિરીશ્વરવાદી છે. જે નિરીશ્વરવાદીઓ છે તેમના દેવ નારાયણ છે. તેમના આચાર્યો વિષ્ણુની પ્રતિષ્ઠા કરનારા છે અને તેમને ચૈતન્ય વગેરે શબ્દોથી ઉદ્દેશવામાં આવે છે (અર્થાત તેમનાં નામો સાથે ચૈતન્ય વગેરે શબ્દો જોડવામાં આવે છે જેમ કે કૃષ્ણચૈતન્ય). કપિલ, આસુરિ, પંચશિખ, શંખ, ભાર્ગવ, ઉલૂક આદિ સાંખ્યમતના પ્રખ્યાત વક્તાઓ છે, એટલે તેમના અનુયાયીઓને શાંખ્ય, કપિલ નામથી પણ ઉદેશવામાં આવે છે. કપિલનું બીજું નામ “પરમર્ષિ” પણ છે, એટલે સાંખ્યમતના યા કપિલના અનુયાયીઓને પારમર્ષ પણ કહેવામાં આવે છે. 4. वाराणस्यां तेषां प्राचुर्यम् । बहवो मासोपवासिकाः । ब्राह्मणा अचिर्मार्गविरुद्धधूममार्गानुगामिनः । सांख्यास्त्वचिर्मार्गानुगाः । तत एव ब्राह्मणा वेदप्रिया यज्ञमार्गानुगाः । सांख्यास्तु हिंसाढ्यवेदविरता अध्यात्म Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy