SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ४० તર્કરહસ્યદીપિકા शाङ्ख्यध्वनिरस्तीति वृद्धाम्नायः । तत्र शङ्खनामा कश्चिदाद्यः पुरुषविशेषस्तस्यापत्यं पौत्रादिरिति गर्गादित्वात् यञ्प्रत्यये शाङ्ख्यास्तेषामिदं दर्शनं सांख्यं शाङ्ख्यं वा । जिना ऋषभादयश्चतुर्विंशतिरर्हन्तस्तेषामिदं दर्शनं जैनम् । एतेन चतुर्विंशतरेपि जिनानामेकमेव दर्शनमजनिष्ट, न पुनस्तेषां मिथो मतभेदः कोऽप्यासीदित्यावेदितं भवति । नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषा एव वैशेषिकं, विनयादिभ्य इति स्वार्थ इकण् । तद्वैशेषिकं विदन्त्यधीयते वा, "तद्वेत्त्यधीते" [ हैम० ६।२] इत्यणि वैशेषिकास्तेषामिदं वैशेषिकम् । जैमिनिराद्यः पुरुषविशेषस्तस्येदं मतं जैमिनीयं मीमांसकापरनामकम् । तथाशब्दश्चकारश्चात्र समुच्चयार्थी । एवमन्यत्राप्यवसेयम् । अमूनि षडपि दर्शनानां नामानि । अहो इति शिष्यामन्त्रणे । आमन्त्रणं च शिष्याणां चित्तव्यासङ्गत्याजनेन शास्त्रश्रवणायाभिमुखीकरणार्थमत्रोपन्यस्तम् ॥३॥ 44 બુદ્ધો એટલે સુગતો. તે સાત છે – ૧. વિપશ્યી, ૨. શિખી, ૩. વિશ્વભુ, ૪. ક્રકુચ્છન્દ, ૫. કાંચન (કનકમુનિ), ૬. કાશ્યપ અને ૭. શાક્યસિંહ. બૌદ્ધોના દર્શનને બૌદ્ધદર્શન કહે છે. જેઓ ન્યાયને એટલે ન્યાયતકને અર્થાત્ અક્ષપાદ ઋષિએ રચેલા ગ્રન્થને જાણે છે કે તેનું અધ્યયન કરે છે તેઓ નૈયાયિક છે. નૈયાયિકોના દર્શનને પણ નૈયાયિક જ કહેવામાં આવે છે. જેઓ સંખ્યાને અર્થાત પ્રકૃતિ વગેરે તત્ત્વોની પચીસની સંખ્યાને જાણે છે કે તેમનું અધ્યયન કરે છે તે સાંખ્ય છે. ક્યાંક ક્યાંક “શાંખ્ય” એવો તાલવ્ય શિકારવાળો પાઠ પણ વૃદ્ધ પરંપરાથી સાંભળવામાં આવે છે. શાંખ્ય – શંખ નામના આદિ પુરુષની સત્તાનપરંપરા અર્થાત્ પુત્રપૌત્રાદિ (વિત્થાત્ યમ્ અનુસાર “શંખ' ને ય પ્રત્યય લગાવવાથી શાંખ્ય) શાંગ કહેવાય છે. તેમના દર્શનને શાંખ્ય યા સાંગ કહેવામાં આવે છે. ઋષભથી મહાવીર સુધીના ચોવીસ અરહન્તને અર્થાત્ તીર્થકરોને જિન કહે છે. જિનના દર્શનને જૈન કહે છે. આનાથી ગ્રન્થકારે એ પણ કહી દીધું કે ચોવીસે જિનોનું એક જ દર્શન હતું અને તે હતું જૈન દર્શન. તેમનામાં પરસ્પર કોઈપણ મતભેદ ન હતો. જેઓ નિત્ય દ્રવ્યોમાં રહે છે તથા અન્ય છે તે વિશેષો છે. [અન્ય – જગતના વિનાશકાલમાં તથા પ્રારંભકાળમાં રહેનારા પરમાણુઓ, મુક્ત આત્માઓ તથા મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનો અન્ય કહેવાય છે. તેમની અંદર રહેતા હોવાથી વિશેષોને પણ અન્ય કહેવામાં આવે છે.. વિશેષને જ વૈશેષિક કહેવામાં આવે છે. અહીં વિનયવિંગ: વાર્થે રૂપ નિયમ અનુસાર “વિશેષ' શબ્દને સ્વાર્થે ઈરફપ્રત્યય લગાડવાથી ‘વૈશેષિક શબ્દ બન્યો છે. આ વૈશેષિક અર્થાત્ વિશેષ પદાર્થને જે જાણે છે અથવા તેનું જે અધ્યયન કરે છે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy