SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ તર્કરહસ્યદીપિકા દેખાડે છે. તેથી દેવોને આકાશમાંથી ઊતરી આવતા જોવાથી કે દેવો વડે તેમને પૂજાતા જોવાથી જ વર્ધમાનની સર્વજ્ઞતાનો નિશ્ચય કેમ થઈ શકે ? જૈન સ્તુતિકાર આચાર્ય સમન્તભદ્રે પોતે જ કહ્યું છે કે – ‘દેવોનું આગમન, આકાશમાં વિહરણ તથા છત્ર, ચામર આદિ વિભૂતિઓ તો જાદુગરોમાં પણ જોવામાં આવે છે. તેથી હે મહાવીર ! તમે અમારા જેવા પરીક્ષકો ઉપર આપની મહત્તા આ દેવ!ગમ જેવી સાધારણ બાબતો દ્વારા સ્થાપી શકતા નથી. અર્થાત્ દેવાગમ આદિ જેવી માયાવી સાધારણ બાબતોના કારણે આપ અમારા પૂજ્ય નથી અને ન થઈ શકો.’ (૧). [આપ્તમીમાંસા, ૧.૧.] 35. ભવતુ વા વર્ધમાનસ્વામી સર્વજ્ઞઃ । તથાપિ ‘તસ્ય સોડ્યમાचाराङ्गादिक उपदेश: न पुनः केनापि धूर्तेन स्वयं विरचय्य प्रवर्तित: ' इति कथमवसेयम्, अतीन्द्रिये विषये प्रमाणाभावात् । भवतु वा तस्यैवायमुपदेशस्तथापि तस्यायमर्थो नान्य इति न शक्यं प्रत्येतुम् । नानार्था हि शब्दा लोके प्रवर्तन्ते तथादर्शनात् । ततोऽन्यथाप्यर्थसंभावनायां कथं विवक्षितार्थनियमनिश्चयः । छद्मस्थेन हि परचेतोवृत्तेरप्रत्यक्षत्वात् कथमिदं ज्ञायते- 'एष सर्वज्ञस्याभिप्रायो ऽनेन चाभिप्रायेणायं शब्दः प्रयुक्तो नाभिप्रायान्तरेण' इति । तदेवं दीर्घतरसंसारकारणत्वात् सम्यग्निश्चयाभावाच्च न ज्ञानं श्रेयः, किं त्वज्ञानमेवेति स्थितम् । " 35. અથવા, વર્ધમાનસ્વામીને સર્વજ્ઞ માની પણ લઈએ તેમ છતાં પણ આ જે આચારાંગ આદિમાં મહાવીરના નામે જે ઉપદેશ છે તે ઉપદેશ મહાવીરે જ પોતે આપેલો છે કે પછી કોઈ ધુતારાએ પોતે રચીને મહાવીરના નામે પ્રચલિત કરી દીધો છે ? આનો નિર્ણય કેવી રીતે થઈ શકે ? જે વાત ઇન્દ્રિયગ્રાહ્ય નથી, અતીન્દ્રિય છે તેને સિદ્ધ કરનારું તો કોઈ પ્રમાણ મળતું જ નથી. અથવા, એ પણ માની લઈએ કે આચારાંગ આદિમાં જે ઉપદેશ છે તે મહાવીરે જ આપ્યો છે, તો પણ ‘આ શબ્દોનો આ જ અર્થ છે, બીજું નથી’ એવો નિશ્ચય કોણ કરશે અને કેવી રીતે કરશે ? જગતમાં એક જ શબ્દના અનેક અર્થો આપણે જોઈએ છીએ. તેથી જે અર્થ આપને વિક્ષિત હોય તેનાથી વિપરીત અર્થ જો તે જ શબ્દોમાંથી નીકળતો હોય તો શબ્દોનો આ જ અર્થ વિવક્ષિત છે એવો નિયમ કેવી રીતે બને ? ‘ભગવાન વર્ધમાનના ચિત્તમાં આ શબ્દોનો આ જ અર્થ હતો' એ તો અલ્પજ્ઞાની આપણે કેવી રીતે જાણી શકીએ ? કેમ કે આપણામાં બીજાના ચિત્તની વૃત્તિઓને યા ભાવોને જાણવાની શક્તિ જ નથી. તેથી ‘સર્વજ્ઞનો આ અભિપ્રાય છે, આ અભિપ્રાયથી તેમણે આ શબ્દોનો પ્રયોગ કર્યો છે, અન્ય અભિપ્રાયથી નથી કર્યો' એ જાણવું નિતાન્ત અસંભવ છે. સારાંશ એટલો જ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy