SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ મતો ૨૫ एवमजीवादिष्वष्टसु पदार्थेषु प्रत्येकं विंशतिविंशतिर्विकल्पा लभ्यन्ते । ततो विंशतिर्नवगुणिता शतमशीत्युत्तरं क्रियावादिनां भवति । 28. આમ “સ્વત:' પદને કાલ, નિયતિ આદિ સાથે ક્રમથી જોડવાથી પાંચ વિકલ્પો થાય છે. તેવી જ રીતે પરતઃ' પદને કાલ, નિયતિ આદિ સાથે ક્રમશઃ જેડવાથી પણ પાંચ વિકલ્પો મળે છે. આત્મા(જીવ)ને લઈને પરત પદને કાલ આદિ સાથે ક્રમશઃ જો ડવાથી પાંચ વિકલ્પો બને છે. આત્મા પરતઃ અર્થાત્ પરથી (અનાત્મથી) વ્યાવૃત્તરૂપે અસ્તિત્વ ધરાવે છે. એ તો પ્રસિદ્ધ જ છે કે બધી વસ્તુઓના સ્વરૂપનો નિશ્ચય પરવસ્તુઓના સ્વરૂપની અપેક્ષાએ અર્થાતુ પરવસ્તુઓના સ્વરૂપની વ્યાવૃત્તિ કરીને જ થાય છે. ઉદાહરણાર્થ, દીર્ઘત્વ આદિની અપેક્ષાએ અર્થાત્ દીર્ઘત્વ આદિની વ્યાવૃત્તિ દ્વારા હ્રસ્વત્વ આદિના સ્વરૂપનો નિશ્ચય થાય છે. તેિવી જ રીતે બધી વસ્તુઓના સ્વરૂપનો નિર્ણય પરવસ્તુના સ્વરૂપના નિશ્ચયની અપેક્ષા રાખે છે.] આ રીતે જ તન્મ આદિ જડ વસ્તુઓની સમીક્ષા કર્યા પછી જ આત્મા તેમનાથી વ્યતિરિક્ત છે, ભિન્ન છે એવી બુદ્ધિ જન્મે છે. તેથી આત્માના સ્વરૂપનો નિશ્ચય પર અર્થાત અનાત્મ વસ્તુઓના સ્વરૂપનો નિર્ણય કર્યા પછી આત્મા તેમનાથી વ્યાવૃત્ત છે, ભિન્ન છે એ જાતની બુદ્ધિ થયા પછી થાય છે. પરવસ્તુથી બિલકુલ નિરપેક્ષપણે અર્થાત્ કેવળ સ્વતઃ જ કોઈ પણ વસ્તુનો નિર્ણય સંભવતો નથી. તેથી એ નિષ્કર્ષ નીકળ્યો કે આત્માનું જ સ્વરૂપ છે તેનો નિશ્ચય પરત જ થાય છે, સ્વતઃ થતો નથી. આમ “નિત્ય' પદના “સ્વતઃ અને પરતઃ' આ બે ભંગોને કાલ આદિ સાથે ક્રમથી જોડવાથી દસ વિકલ્પો થાય છે. તેવી જ રીતે “અનિત્ય પદના પણ દસ વિકલ્પો સમજવા જોઈએ. બન્ને મળીને કુલ વીસ વિકલ્પો થયા. જેવી રીતે આ વીસ વિકલ્પો જીવ તત્ત્વને લઈને થાય છે તેવી જ રીતે અજીવ આદિ અન્ય આઠ તત્ત્વોને લઈને વીસ વીસ વિકલ્પો થાય છે. આમ વીસ વિકલ્પોને નવ તત્ત્વો વડે ગુણતાં ક્રિયાવાદીઓના ૧૮૦ભેદ થાય છે. 29. तथा न कस्यचित् प्रतिक्षणमवस्थितस्य पदार्थस्य क्रिया संभवति उत्पत्त्यनन्तरमेव विनाशादित्येवं ये वदन्ति ते अक्रियावादिन आत्मादिनास्तित्ववादिन इत्यर्थः । ते च कोलकाण्ठेविद्विरोमकसुगतप्रमुखाः । तथा चाहुरेके ક્ષછિવિ સર્વસંમસ્થિરni jodયા भूतिर्ये( 3 )षां क्रिया सैव कारणं सैव चोच्यते ॥१॥" 29. અક્રિયાવાદીઓ ક્રિયાનો અર્થાત્ અસ્તિત્વનો સર્વથા ઉચ્છદ યા અભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy