SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ ૧૩ બધા વ્યવહારોનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવે. [કેમ? કારણ કે એક કર્તા જો ભિન્નકાલીન બે ક્રિયાઓને કરી ન શકતો હોય અને તે અનેક ક્ષણો સુધી ટકતો જ ન હોય તો જગતમાં જણાતા લેણ-દેણ, હિંસક-હિંસ્ય, ગુરુ-શિષ્ય આદિના સઘળા વ્યવહારોનો જ લોપ થઈ જાય. તેથી આત્માને કથંચિત્ નિત્ય માનવો જોઈએ અને તો જ તે બે ભિન્નકાલીન ક્રિયાઓનો કર્તા બની શકે અને જગતના વ્યવહારો ઘટી શકે.] પરંતુ બૌદ્ધ મતમાં ભિન્નકાલીન બે ક્રિયાઓનો એક કર્તા સંભવતો જ નથી કેમ કે બૌદ્ધ મતે વસ્તુ ક્ષણિક છે. [બૌદ્ધ મત અનુસાર જે વસ્તુ જયાં અને જ્યારે ઉત્પન્ન થાય છે તે વસ્તુ ત્યાં જ અને તે જ ક્ષણમાં રહે છે, તે ક્ષણાત્તર અને દેશાત્તરમાં પહોંચી શકતી જ નથી. વો નૈવ ૪ નૈવ યો યુરૈવ તવ સ: ! તેથી આવા નિરન્વય ક્ષણિકવાદમાં કોઈપણ વસ્તુનું બે ક્રિયાઓના કાળ સુધી પહોંચવું સંભવતું જ નથી.] જો કે સ્યાદ્વાદશક' આદિ વિશેષણોથી બૌદ્ધ મતનો નિરાસ થઈ જ જાય છે તેમ છતાં “ત્વા. સર્વનવીર્થ નિરાદ્યતે' આ પ્રતિજ્ઞાવાક્યના વ્યંગ્યાર્થથી બૌદ્ધ મતનો પુનઃ નિરાસ એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે કોઈ એ ન સમજે કે આ ગ્રન્થમાં સૌપ્રથમ બૌદ્ધદર્શનનું જ નિરૂપણ છે એટલે બૌદ્ધ દર્શન જ ઉપાદેય છે. આ બધાં પર અર્થાત જૈનેતર દર્શનોનું ખંડન અન્ય જૈન તર્ક ગ્રન્થોમાં પર્યાપ્ત વિસ્તારથી કરવામાં આવેલ છે એટલે તેને તે ગ્રન્થોમાંથી જાણી લેવું. આમ જિનદેવના દર્શન, સ્યાદ્વાદદેશક આદિ વિશેષણો દ્વારા જિનદેવના દર્શનની (જૈનદર્શનની) યથાર્થતા તેમ જ જિનદેવનાં વચનોનું અન્ય દર્શનો ઉપર વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય જણાવવામાં આવ્યું છે અને તેના દ્વારા જૈનદર્શનની ઉપાદેયતા અને બાકીનાં બધાં દર્શનોની હેયતા સૂચવવામાં આવી છે એમ સમજવું જોઈએ. તેથી દર્શનોની સત્યતા-અસત્યતાનો વિવેક કરવા અસમર્થ અલ્પબુદ્ધિ શ્રોતાઓનો ગ્રન્થકાર વડે કોઈ અપકાર થવાની સંભાવના જ નથી કેમ કે ગ્રન્થકારે સદર્શન અને અસદર્શનનો વિભાગ યા વિવેક પણ સૂચવી દીધો છે. 15. अत्रापरः कश्चिदाह - ननु येषां सत्यासत्यमतविभागाविर्भावके ग्रन्थकारवचसि सम्यगास्था न भवित्री तेषां का वार्तेति । उच्यते- येषामास्था न भाविनी ते द्वेधा - एके रागद्वेषाभावेन मध्यस्थचेतसः, अन्ये पुना रागद्वेषादिकालुष्यकलुषितत्वाद् दुर्बोधचेतसः । ये दुर्बोधचेतसः तेषां सर्वज्ञेनापि सत्यासत्यविभागप्रतीतिः कर्तुं दुःशका किं पुनरपरेणेति तानवगणय्य मध्यस्थचेतस उद्दिश्य विशेषणावृत्त्या सत्यासत्यमतविभागज्ञानस्योपायं प्राह - सद्दर्शनमिति । वीरं कथंभूतम् । सद्दर्शनम् - सन्तः साधवो मध्यस्थचेतस इति यावत् । तेषां दर्शनं ज्ञानम् अर्थात् सत्यासत्यमतविभागज्ञानं यथावदाप्तत्व Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy