________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૪૩૫
કોષની વૃદ્ધિ કરવા માટે તત્પર રહેતા. આ ઉપરાંત તેઓ અનેક પ્રકારના અસ્ત્રો તથા શસ્ત્રો પણ બનાવરાવતા.
સમાજમાં ચોર અને ડાકુઓનો પણ ઉપદ્રવ રહેતો.તેમને પકડવા અને સજા કરવા માટે ન્યાયની વ્યવસ્થા હતી. અપરાધીને મૃત્યુદંડ પણ આપવામાં આવતો. અપરાધીને વધસ્થાને લઈ જતી વખતે તેને ખાસ પ્રકારનો પહેરવેશ પહેરાવી શહેરમાં ફેરવવામાં આવતો જેથી તેને જોઈ સમાજમાં દાખલો બેસે. શરણાગતની રક્ષા કરવામાં આવતી, રાજાની આજ્ઞાને બધા માણસો પ્રસન્નતાથી સ્વીકારતા નહિ.
નાટ્યકળા, સ્થાપત્યકળા, સંગીતકળા, ચિત્રકળા આદિ લલિત કળાઓનો વિકાસ મોટે ભાગે રાજાઓ દ્વારા થતો.
જનસામાન્યની પ્રવૃત્તિ ધર્મ કરતાં ભોગવિલાસ પ્રત્યે અધિક હતી. જો કે શ્રેષ્ઠ સાધુગણ જનસામાન્યને ધર્મમાં સ્થિર કરવા પ્રયત્નશીલ હતો. છતાં માણસો પોતાના આચારની દૃષ્ટિએ ખૂબ પતિત થઈ ગયા હતા. આચારથી ભ્રષ્ટ થયેલા સાધુઓ કુતર્ક કરી આચાર્ય તથા ગુરુની અવહેલના કરતા. ધાર્મિક તથા દાર્શનિક સાધુઓના અનેક સંપ્રદાયો હતા. આ બધામાં જૈન શ્રમણો તથા બ્રાહ્મણોનું આધિપત્ય હતું. શ્રેષ્ઠ સાધુઓનો સત્કાર સર્વત્ર થતો. તેમના ગુસ્સાથી રાજાઓ પણ ડરતા. જૈન શ્રમણોમાં બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારેય જાતિની વ્યક્તિઓ હતી. મોટે ભાગે તેમાં ક્ષત્રિયો હતા. જેન શ્રમણોના પણ બે સંપ્રદાયો હતા. તેમને શ્રાવસ્તી ઉદ્યાનમાં ભરાયેલા એક સંમેલન દ્વારા એકમેકમાં ભેળવી દેવામાં આવેલ પણ સમય જતાં તેઓ પુનઃ શ્વેતાંબર અને દિગંબરના રૂપે પ્રગટ થયા હતા.
આ રીતે ઉત્તરાધ્યયનમાં સમાજ અને સંસ્કૃતિનું જે સામાન્ય ચિત્ર મળે છે તે તત્કાલીન અન્ય ગ્રંથોનું અવલોકન કર્યા વિના પૂર્ણ ગણાય નહિ. એ ઉપરાંત ઉત્તરાધ્યયન મુખ્યત્વે ધાર્મિક ગ્રંથ હોવાથી તથા કોઈ એક કાળ વિશેષની રચના ન હોવાથી તેમાં ચિત્રિત સમાજ અને સંસ્કૃતિમાંથી જો કે કોઈ એક કાળવિશેષનું પૂર્ણ ચિત્ર ઉપસ્થિત થતું નથી છતાં તત્કાલીન સમાજ અને સંસ્કૃતિની એક ઝાંખી અવશ્ય પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org