________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કાર્યની સફળતા માટે ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્ન એ ત્રણ બાબતોનો સંયોગ આવશ્યક હોય છે તે રીતે સંસારના દુ:ખોથી નિવૃત્તિ પામવા માટે પણ વિશ્વાસ, જ્ઞાન અને સદાચારના સંયોગની આવશ્યકતા છે. તેને જ ગ્રંથમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના નામે વ્યક્ત કરવામાં આવેલ છે. અહીં એટલી વિશેષતા છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ ગીતાના ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગની જેમ પૃથ-પૃથક્ મુક્તિના ત્રણ માર્ગ નથી પણ ત્રણે મળીને એક જ માર્ગનું નિર્માણ કરે છે. આ ત્રણેનું સંમિલિત નામ ‘રત્નત્રય’ છે. ગ્રંથમાં જો કે ક્યાંક ક્યાંક જ્ઞાનની પહેલાં ચારિત્રનો તથા દર્શન પહેલાં જ્ઞાન અને ચારિત્રનો પણ પ્રયોગ મળે છે પરંતુ તેની ઉત્પત્તિ ક્રમશ: થાય છે. એ ખરું કે વિશ્વાસમાં જ્ઞાન અને ચારિત્રથી, જ્ઞાનમાં વિશ્વાસ અને ચારિત્રથી તથા ચારિત્રમાં જ્ઞાન અને વિશ્વાસથી દૃઢતા આવે છે. આ ઉપરાંત, ગ્રંથમા ક્યાંક દર્શનના એક અંગથી મુક્તિનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. પરંતુ એવું માત્ર તે અંગ-વિશેષનું મહત્ત્વ પ્રગટ કરવા માટે જ કરવામાં આવેલ છે.
૨૪૦
જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થવા છતાં પણ જીવની સંસારમા કેટલોક સમય સ્થિતિ સ્વીકારવામાં આવી છે તેથી અને ફેલાયેલ દુરાચારને રોકવા માટે ચારિત્રને સર્વોપરિ સ્થાન આપવામાં આવેલ છે અન્યથા જ્યારે સંસારનું મૂળ કારણ અજ્ઞાન છે ત્યારે સાચું જ્ઞાન જ મુક્તિનું પ્રધાન કારણ થઈ શકે છે. એ અવશ્ય સાચું કે વિશ્વાસ અને ચારિત્રથી તેમાં દઢતા આવે છે પરંતુ જ્યારે કોઈને સમ્યક્ અથવા પૂર્ણજ્ઞાન થઈ જશે ત્યારે તે દુરાચારમાં શા માટે પ્રવૃત્ત થાય ? દુરાચારમાં પ્રવૃત્તિ ત્યાં સુધી જ સંભવે જ્યાં સુધી સાચું જ્ઞાન પ્રાપ્ત ન થાય. જો સત્ય-જ્ઞાન થઈ ગયા પછી પણ કોઈ દુરાચારમાં પ્રવૃત્ત થાય તો તે વાસ્તવમાં સાચો જ્ઞાની નથી. તેથી જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતાં કેવળજ્ઞાનીને ‘જીવન્મુક્ત’ માનવામાં આવેલ છે. તથા તે બાકીનાં કર્મોને શીઘ્ર નષ્ટ કરીને નિયમપૂર્વક પૂર્ણ-મુક્ત થઈ જાય છે. માટે જ્ઞાન થઈ ગયા પછી પણ જીવની સ્થિતિ કંઈક સમય સુધી રહેતી હોવાથી ચારિત્રને ત્યાર પછી ગણાવવામાં આવેલ છે. એથી એમ માનવાનું નથી કે જ્ઞાન માત્રથી મુક્તિ મળે છે પણ તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org