SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ ઈસ્વીસનના આઠમા શતકમાં, મૈત્રક મહારાજયના અવનતિ કાળે, આ મહાન્ જૈન વાગ્ની અને વાદી ઉત્તર ગુજરાતમાં થઈ ગયા. પ્રબંધો અનુસાર એમનો મુનિરૂપણ શિક્ષાકાળ જોકે મોઢેરા પંથકમાં વીત્યો છે, તો પણ તેમનું કર્મક્ષેત્ર (એ જ સ્રોતો અનુસાર, ગુજરાત બહાર દશાર્ણદેશમાં ગોપગિરિ (ગ્વાલિયર), કાન્યકુબ્બ (કનોજ), તેમ જ શૂરસેન-પ્રદેશમાં મથુરા, અને ગૌડ-દેશમાં લક્ષણાવતી (લખનૌ) તરફ રહ્યું હોઈ ગુજરાતની આ પ્રાફમધ્યકાલીન વિભૂતિ-વિશેષનું નામ થોડાક જૈન વિદ્વાનો તેમ જ કેટલાક ઇતિહાસણો બાદ કરતાં અલ્પ પરિચિત જ રહ્યું છે. નિગ્રંથ-શ્વેતાંબર સંપ્રદાયના ચૈત્યવાસી આમ્નાયમાં થઈ ગયેલા આ મુનિ-કવિનું જીવનવૃત્ત પશ્ચિમ ભારતમાં રચાયેલ, મુખ્યત્વે મધ્યકાલીન તેમ જ ઉત્તર-મધ્યકાલીન, જૈન ચરિત-પ્રબંધાદિ સાહિત્યમાં સંકલિત થયું છે. ઉપલબ્ધ છે તે સાહિત્ય ૧૨મા-૧૩મા શતકથી લઈ ૧૫મા શતકના મધ્યાહન સુધીના ગાળાનું છે. તેમાં સૌથી જૂનું તો પ્રાકૃત ભાષા-નિબદ્ધ બપ્પભટ્ટિસૂરિ-ચરિત છે, જેની હસ્તપ્રત જ સં૧૨૯૧ ( ઈ. સ. ૧૨૩૫ની હોઈ પ્રસ્તુત કૃતિ તે પૂર્વની, ઓછામાં ઓછું ૧૨મા શતક જેટલી પુરાણી તો હોવી જોઈએ. તે પછી જોઈએ તો રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮)અંતર્ગત “બપ્પભચિરિત,૨ જે આગળ કહ્યું તે પ્રાકૃત ચરિત અને અન્ય, આજે અજ્ઞાત એવાં, એકાદ બે ચરિતોને પલ્લવિત કરી રચાયું હોય તેમ લાગે છે. એક આમપ્રબંધ નામે પ્રબંધ પણ રચાયેલો છે. તેના પ્રવિભાગો તો પ્રભાવક ચરિતાદિ ગ્રંથમાં મળે છે તેવા છે, પણ મુદ્રિતરૂપેણ પૂરો પાઠ ઉપલબ્ધ ન હોઈ તેના વિશે હાલ તો કશું કહી શકાય તેમ નથી. ત્યારબાદ નાગેન્દ્રગથ્વીય મેરૂતુંગાચાર્ય કૃત પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫) અંદરનો “બપ્પભટ્ટિસૂરિપ્રબંધ", ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતર્ગત “મથુરાપુરીકલ્પ” (આ. સં. ૧૩૮૯ / ઈ. સ. ૧૩૩૩)*, રાજગચ્છીય રાજશેખરસૂરિ કૃત પ્રબંધકોશ (સં. ૧૪૦૫ ઈ. સ. ૧૩૪૯), અને સંકલન ગ્રંથ પુરાતન-પ્રબંધ-સંગ્રહ અંતર્ગત પ્રત “” (લિપિ સંવત્ ૧૫૨૮ | ઈ. સ. ૧૪૭૨) એ મુખ્ય કૃતિઓ છે. આ સિવાય તપાગચ્છીય મુનિસુંદરસૂરિનો સટીક ઉપદેશરનાકર (ઈસ્વીસનના ૧૫મા શતકનો આરંભ) તથા શુભશીલ ગણિનાં શત્રુંજયકલ્પવૃત્તિ (સં. ૧૫૧૮ | ઈ. સ. ૧૪૬૨) તેમ જ એમના પંચશતીપ્રબોધ-સંબંધ (વિ. સં. ૧૫૨૧ | ઈ. સ. ૧૪૬૫) અંદરના કેટલાક સંબંધોને મુખ્ય રૂપે ગણાવી શકાય. આ સૌમાં (મુદ્રિત રૂપે ઉપલબ્ધ છે તેમાં) વાસ્તવિક રીતે ઉપયોગી તો કેવળ ૧૨માથી ૧૪મા શતકનાં સંસ્કૃત સાધનો છે. પછીના બધા જ પ્રબંધો આગળનાં લખાણોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy