SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ તે પછી ૧૬મા “શાંતિ જિનને પ્રણમી, જગસ્વામિની ગજારૂઢ “મરુદેવીની પૂજા કરી (૨૭), (નીચે ઊતરતાં તળેટી સમીપ) પાકના મુખ પાસે રહેલ “નેમિ જિનેશ્વર', લલિતા સરોવર ‘વીર જિન,” અને પાલિતાણામાં “પાર્થ જિનને નમવાની વાત કરે છે (૨૮). આ પછી પરિપાટિકાર યાત્રાફલ વિશે સમાપ્તિ-યોગ્ય ઉદ્ગારો કાઢી વક્તવ્ય પૂરું કરે છે (૨૯). અન્ય પરિપાટીઓમાં જેની કેટલીક વાર નોંધ લેતા જોવાય છે તે “અદબદજી(અદ્ભુત આદિનાથ’)ની મૂર્તિ, તેમ જ આદીશ્વર મૂળ ટૂંક સ્થિત “વીસ વિહરમાન મંદિરનો આમાં ઉલ્લેખ નથી; પણ એકંદરે તેમાં રહેલી કેટલીક નાની નાની વિગતો તીર્થમાં રહેલ પ્રાચીન મંદિરોના સ્થાનક્રમાદિ નિર્ણત કરવામાં મદદરૂપ નીવડે છે. કૃતિની ભાષા પર અપભ્રંશનો સ્પર્શ છે. રચયિતા સોમપ્રભગણિ કોણ હતા તેનો પત્તો લાગ્યો નથી. ૧૨મી-૧૩મી શતાબ્દીમાં બૃહદ્, નાગેન્દ્ર, પૌર્ણમિક, અને તપાગચ્છના મળી ચારેક સોમપ્રભ નામધારી મુનિઓ-સૂરિઓ થઈ ગયા છે પણ સાંપ્રત કૃતિના કર્તા એ તમામથી ભિન્ન એવા કોઈ ૧૪મી સદીના અંતભાગના કે ૧૫મી સદીના પ્રારંભ ગણિવર જણાય છે. ૧૪મા શતકના પૂર્વાર્ધમાં બંધાયેલાં મંદિરોનો આમાં ઉલ્લેખ હોઈ રચના તે પછીની હોવાનું સુનિશ્ચિત છે. વિશેષ નોંધ તા. ૩૧-૭-૯૯ના કલકત્તાથી શ્રીયુત્ ભંવરલાલ નાહટાના લખેલા પત્રમાં કહ્યા મુજબ આ ચૈત્યપરિપાટીના કર્તા ખરતરગચ્છના આચાર્ય જિનકુશલસૂરિશિષ્ય સોમપ્રભ છે, જેમને સં. ૧૪૦૬માં ગણિપદ અને સં. ૧૪૧૫માં આચાર્યપદ મળેલું. આમ આ રચના એ મિતિઓ–ઈસ્વી ૧૩૫૦ અને ૧૩૫૯–વચ્ચેની છે. ભાષાને ધ્યાનથી તપાસતાં તે પણ સાપેક્ષ દૃષ્ટિએ જૂની જ જણાય છે. આ નવીન પ્રકાશના ઉપલક્ષમાં આ ચૈત્યપરિપાટી ૧૪મા સૈકાની હોઈ મહત્ત્વપૂર્ણ બની રહે છે. ટિપ્પણો : ૧. પ્રસ્તુત ફરમાન વિશે લા. દ. ભા. સં. વિ.ની પત્ર ક્રમાંક ૧૪૯૩૯(નગરશેઠ: ૬૩૩)માં પૃ. ૨૮૩ પર નીચેની નોંધ જોવા મળે છે : શ્રી સોમસુદ્રસૂરિસીપદ્દેશાટુ વિમાd: 1શ્વાશ્વ वेद सितांशुं (१४७७) प्रमितेवत्सरे गते ॥४०॥ गुणराजो बहुसंघमाकार्यशुभवासरे शत्रुजये जिनानंतु ૩ન્લોનિ માવત: ll૪૬II. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy