SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો ૨૦૫ पावापुरस्य बहिरुन्नतभूमिदेशे पद्मोत्पलाकुलवतां सरसां हि मध्ये । श्रीवर्धमानजिनदेव इति प्रतीतो निर्वाणमाप भगवान्प्रविधतपाप्मा ॥२४॥ शेषास्तु ते जिनवरा जितमोहमल्ला ज्ञानार्कभूरिकिरणैरवभास्य लोकान् । स्थानं परं निरवधारितसौख्यनिष्ठं सम्मेदपर्वततले समवापुरीशाः ॥२५॥ અને __ शत्रुजये नगवरे दमितारिपक्षाः पंडोः सुताः परमनिर्वृतिमभ्युपेताः ॥२८॥ નિર્વાણભૂમિની નામાવલી એક એવી વસ્તુ છે કે તેને આમ તો સરસ અને સુષુ પદ્યબંધમાં ગૂંથી લેવી જ દુષ્કર છે; અને બીજી બાજુ વિષયની ગંભીરતા તેમ જ ગરિમાને લક્ષમાં રાખતાં ત્યાં નિત્ય ઉપયોગમાં લેવાતા લાલિત્યદ્યોતક સાહિત્યિક અલંકારો, રમણીય ચેષ્ટાઓ, આફ્લાદજનક વિશેષણો અને ચમત્કારોત્પાદક ચાતુરીને સ્થાન નથી. આવી પરિસ્થિતિમાં કૃતિનું સાફલ્ય અત્યંત લાઘવપ્રધાન, સઘન પણ ઋજુ અને પ્રશાંત રીતે વહેતા મૈત્રીપૂર્ણ શબ્દસમૂહોની ઔચિત્યપૂર્ણ પસંદગી અને તેના સુયોજિત સંઘટન પર જ અવલંબે; અને આવું કઠિન કાર્ય પૂજ્યપાદ દેવનંદિ સરખી વિભૂતિ સિવાય બીજું કોણ કરી શકે ? એમની એક અન્ય ઉત્કૃષ્ટ પઘાત્મક કૃતિ, સમાધિતંત્ર અપરનામ સમાધિશતકના બેએક પદ્ય પ્રસ્તુત ગુણોનાં જ અવલંબનનાં દૃષ્ટાંત રજૂ કરતાં હોઈ તુલનાર્થે અહીં ઉદ્ધત કરીશું: जयन्ति यस्यावदतोऽपि भारती-विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः । शिवाय धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ॥२॥ मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च संसारदुःखजननी जननाद्विमुक्तः । ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठस्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥१०५॥ નિર્વાણભૂમિ સંબદ્ધ બીજી કૃતિ છે નન્દીશ્વરદ્વીપસ્તુતિ. એમાં નંદીશ્વરતીપની પ્રભાવકારી, રસાત્મક, સમાસપૂર્વકની સુગ્રથિત વર્ણના પછીનાં પદ્યોમાં ૧૭૦ ધર્મક્ષેત્રોના જિનેન્દ્રોને વંદના દેવાના સંકલ્પ સાથે પાંચ પદ્યોમાં સાંપ્રત અવત્સર્પિણી કાળનાં ચતુર્વિશતિ તીર્થકરોની નિર્વાણભૂમિના વિષયને સ્પર્યો છે : યથા : अस्यामवसर्पिण्यां वृषभजिनः प्रथमतीर्थकर्ता भर्ता । अष्टापदगिरिमस्तकगतस्थितो मुक्तिमाप पापान्मुक्तः ॥२९॥ श्रीवासुपूज्यभगवान् शिवासु पूजासु पूजितस्त्रिदशानां । चंपायां दुरितहरः परमपदं प्रापदापदामन्तगतः ॥३०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy