SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યંતર વાલીનાહ વિશે અપભ્રંશ રૂપ “વલીનાહ” થઈ શકે, જે વિવર્તનાંતરે ‘વાલીનાહ” બની શકે. ‘વિરૂપાનાથ’ પર્યાય તેની બીભત્સ અને ભયાનક રૂપિણી સંગિની ભૈરવીના (કોઈક સ્વરૂપના) પતિત્વને અનુલક્ષીને હોય. અંગ્રેજીમાં (મૂળ જર્મન પરથી) ઉપદ્રવી પ્રેતાત્મા માટે ‘poltergeist’ શબ્દ છે તે જ આ વલભીનાથ વા વલીનાહ છે. મરીને અવગતે જતા અને વાસના રહી ગઈ હોય તે સ્થાનમાં રહી ઉપદ્રવ કરતા જોરદાર અશાંત આત્માને ખેતરપાળ-રૂપે પૂજવાની મધ્યકાલ અને ઉત્તર મધ્યકાલમાં પ્રથા હતી૧૨, વાલીનાહસંબદ્ધ એક વિશેષ ઉલ્લેખ હર્ષપુરીયગચ્છના નરેંદ્રપ્રભસૂરિની ‘વસ્તુપાલપ્રશસ્તિ’ (આ ઈ. સ. ૧૨૩૨) અંતર્ગત જોવા મળ્યો જે પ્ર૰ ચના ઉલ્લેખથી જૂનો છે. પ્રસ્તુત પ્રશસ્તિમાં વસ્તુપાલનાં સુકૃતોની સમકાલીન કૃતિઓમાં મળતી સૌથી વિશેષ લાંબી સૂચિ અપાયેલી છે ને એમાં મંત્રીશ્વરે નિરીંદ્રગ્રામમાં રહેલ ‘વોડ’ નામક ‘વાલીનાથ’ના મંદિરનો પ્રજાના વિઘ્નનો નાશ કરવા અર્થે ઉદ્ધાર કરાવ્યાનું કહ્યું છે ઃ યથા૧૪ : निरीन्द्रग्रामे वोडाख्यवालीनाथस्य मंदिरम् । विघ्नसंघातघाताय प्रजानामुद्धराय च ॥४६॥ પ્રશસ્તિકર્તાએ પ્રાકૃત ‘વાલીનાહ’નું સંસ્કૃત પુનઃરૂપાંતર ‘વલભીનાથ’ કરવાને બદલે ‘વાલીનાથ’ કર્યું છે, જે કદાચ છંદનો મેળ સાચવવા કર્યું હશે, પણ એક વાત આ પદ્ય પરથી એ જાણવા મળે છે કે ‘વાલીનાથ’ વ્યંતરની એક વિશિષ્ટ ઉપજાતિ છે, જેમાં તેનું વિશેષનામ ‘વોડ’ દીધું છે. ૧૯૭ આ ક્ષેત્રપાળ વલભીનાથનું સ્વરૂપ ધર્મઘોષગચ્છીય (રાજગચ્છીય) રવિપ્રભસૂરિશિષ્ય વિનયચંદ્રસૂરિની કાવ્યશિક્ષાપ (આ ઈ સ ૧૨૩૦-૧૨૩૫)૧૬ અંતર્ગત “વલભીપતિ” નામે આપેલું છે યથા° : Jain Education International कपालपाणिवलभीपतिर्गगनगामुकः । सुरापानरतो नित्यं देवोऽयं वलभीपतिः જાવ્યશિક્ષા, ૪.૬૨ ઉપર વર્ણવેલ સ્વરૂપ પ્રતિમાવિધાનની દૃષ્ટિએ ક્ષેત્રપાલનું જ જણાય છે. (ક્ષેત્રપાલને ભૈરવનું પણ એક રૂપ માનવામાં આવે છે.) જૈનોમાં ક્ષેત્રપાલની ઉપાસના થતી હોવાનાં કેટલાંક પ્રમાણ છે; જેમ કે ખરતરગચ્છીય જિનકુશલસૂરિએ શ્રીપત્તન(પાટણ)માં સં. ૧૩૮૦ / ઈ સ ૧૩૨૪માં કરેલી પ્રતિષ્ઠાઓમાં ક્ષેત્રપાલની મૂર્તિનો પણ સમાવેશ હતો એવું ખરતરગચ્છગુર્વાવલી(ઉત્તરાર્ધ : સં ૧૩૯૩ / ઈ સ૰ ૧૩૩૭)માં નોંધાયેલું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy