SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદમંજરીક મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? ૧૮૩ જ કહેવું છે: “આ વિદ્વત્તાપૂર્ણ ટીકા “નાગેન્દ્ર ગચ્છના મલિષેણે શક સંવત ૧૨૧૪માં અર્થાત વિસં. ૧૩૪૯માં રચી છે. એઓ ધર્માલ્યુદયકાવ્યના કર્તા ઉદયપ્રભસૂરિના શિષ્ય થાય છે”10 જો કે એમણે ફોડ નથી પાડ્યો તો પણ પંત અંબાલાલ પ્રેમચંદ શાહને પણ એ જ વાત અભિમત હશે તેમ માની શકાય: યથા: નાગેન્દ્રગચ્છીય આ ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષેણસૂરિએ હેમચંદ્રાચાર્ય રચિત અન્યયોગવ્યવચ્છેદ-દ્વાત્રિશિકા નામક ધાત્રિશિકા ઉપર સ્યાદ્વાદમંજરી નામક ન્યાયવિષયનો ટીકાત્મક ગ્રંથ રચ્યો છે. (ઈ. સ. ૧૪મી સદીના પૂર્વાર્ધ). આ ટીકાની રચનામાં ખરતરગચ્છીય આ જિનપ્રભસૂરિએ મદદ કરી હતી".” આમ સ્યાદ્વાદમંજરીનો ઉલ્લેખ કરનાર, કે તે પર કલમ ચલાવનાર બધા જ ગણ્યમાન વિદ્વાનો નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિશિષ્ય મલ્લિ ણસૂરિને નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિના વિનેયરૂપે ઘટાવવામાં એકમત છે : પણ સામાન્ય સમજ એવું લભ્યમાન ઐતિહાસિક સાક્યોના પરિપ્રેક્ષ્યમાં મને તો ઉપલો નિર્ણય સર્વસમંત હોવા છતાં ભ્રાંત લાગે છે. કારણ એ છે કે ઈસ્વીસના ૧૩મા શતકમાં નાગેન્દ્રગચ્છ અંતર્ગત સંભવતઃ ભિન્ન એવા બે ઉદયપ્રભ નામધારી સૂરિવરો એક પેઢીને અંતરે અવાંતર સંઘટકોમાં થઈ ગયા હોય તેવા નિર્દેશ મળી આવે છે. તદનુસાર સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષણના ગુરુ તે વિજયસેનસૂરિશિષ્ય નહીં પણ અન્ય ઉદયપ્રભ હોય તેવો વિશેષ સંભવ છે, જે સંબંધમાં અહીં થોડા વિસ્તારથી બંને સૂરિવરોની સમયસ્થિતિના અનુલક્ષમાં ચર્ચા કરવા વિચાર્યું છે. પ્રથમ તો વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ સંબંધમાં પ્રારંભિક નોંધરૂપે થોડુંક જોઈ વળીએ. એમના ધર્માલ્યુદયકાવ્ય (અપરનામ સંઘપતિચરિત્રમહાકાવ્ય) (પ્રાયઃ ઈસ્વી. ૧૨૩૦-૩૨) અતિરિક્ત કેટલીક અન્ય રચનાઓ પણ છે; જેમ કે શત્રુંજયગિરિ પર સચિવેશ્વર વસ્તુપાલે ઈન્દ્રમંડપની પ્રશસ્તિ રૂપે લગાવેલ સુકૃતકીર્તિકલ્લોલિની (પ્રાયઃ ઈસ્વી. ૧૨૩૨), સંસ્કૃતમાં નેમિનાથ ચરિત્ર, પ્રાચીનકર્મગ્રંથ કર્મસ્તવ પર તેમ જ ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિરચિત કર્મગ્રંથષડશીતિ (પ્રાયઃ ઈ. સ. ૧૧૦૦) પર ટિપ્પણ; ધર્મવિધિટીકા, જ્યોતિષનો ગ્રંથ આરંભસિદ્ધિ, અને ધર્મદાસગણિ કૃત ઉપદેશમાલા (ઈસ્વી છઠ્ઠી શતાબ્દી મધ્યભાગ) પર કર્ણિકા નામક વૃત્તિ (સં. ૧૨૯૯ | ઈ. સ. ૧૨૪૩) એમના ગુરુ વિજયસેનસૂરિની સુપ્રસિદ્ધ રચના રેવંતગિરિરાસની રચના ઈ. સ. ૧૨૩૨ પછી તરતની છે, અને વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલ જિન-પ્રતિમાઓ ઈત્યાદિની મિતિઓ ઈ. સ. ૧૨૦૯થી લઈ ૧૨૪૮-૪૯ પર્વતની મળે છે; બીજી બાજુ પ્રસ્તુત ઉદયપ્રભસૂરિશિષ્ય જિનભદ્રની નાનાકથાનકમબંધાવલિનો રચનાકાળ એક ૧૫મી શતાબ્દીના પ્રબંધમાં જળવાયેલી ગાથાને આધારે સં૧૨૯૦ ઈ. સ. ૧૨૩૪ છે. મંત્રીશ્વર વસ્તુપાળનું સ્વર્ગગમન ઈ. સ. ૧૨૪૦ના પ્રારંભમાં થયું છે, અને એમના બંધુ તેજપાળ મંત્રીનો દેહાંત મોડામાં મોડો ઈ. સ. ૧૨૧ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy