SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ એમની ગુરુપરંપરા વિશે પ્રસ્તુત ગણરત્નમહોદધિ કે અન્ય પટ્ટાવલિઓમાંથી કશું જાણી શકાતું નથી. બીજી બાજુ રાજગચ્છીય કવિવર માણિચચંદ્રસૂરિ પોતાના ગુરુ રૂપે ‘સાગરેન્દુ(સાગરચંદ્ર)'નું નામ આપે છે. આથી કેટલાક વિદ્વાનો સિદ્ધરાજ સમયના સાગરચંદ્ર અને રાજગચ્છીય સાગરચંદ્રને એક જ વ્યક્તિ માને છે. આવી સંભાવના તો માણિક્યચંદ્રસૂરિના સમયની સાનુકૂળ અને સુનિશ્ચિત પૂર્વ તેમ જ ઉત્તર સીમા પર અવલંબિત રહે. પણ માણિક્યચંદ્રના મુનિજીવનનો સમયપટ કેવડો હતો ? ૧૬૪ માણિક્યચંદ્ર અને વસ્તુપાલનું સમકાલત્વ સૂચવતા બે પ્રબંધો જુદા જુદા મધ્યકાલીન પ્રબંધ સમુચ્ચય ગ્રંથો પરથી પુરાતનપ્રબંધસંગ્રહમાં (સ્વ) મુનિશ્રી જિનવિજયજીએ સંકલિત કરેલા છે॰. તેમાંનો એક પ્રબંધ, જે “B” સંગ્રહમાંથી લીધો છે, તેની પ્રત ૧૬મી શતાબ્દીની છે. જ્યારે “G” સંગ્રહ મૂળ ૧૪મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં સંકલિત થયેલો૯. (જો કે ભોગીલાલ સાંડેસરા આ પ્રબંધોને (નાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભવિનેય) જિનભદ્રની સં. ૧૨૯૦ | ઈ. સ. ૧૨૩૪માં રચાયેલ નાનાકથાનકપ્રબંધાવલિનો ભાગ માને છે, પણ હસ્તપ્રતો સંબદ્ધ જે તથ્યો મુનિજીએ નોંધ્યાં છે તે જોતાં તો તેવું કહી શકાય તેવી સ્થિતિ નથી. જિનભદ્રવાળા પ્રાકૃત પ્રબંધોમાંથી કેટલાંક “p” સમુચ્ચયમાં (અલબત્ત સંસ્કૃત ભાષામાં રૂપાંતરિત થઈને) સમાવિષ્ટ થયા હશે, જેમકે ત્યાં પ્રતમાં જ એક સ્થળે જિનભદ્રની પુષ્પિકા સંકલિત છે; અને આ “ઝ” પ્રતમાં તો માણિક્યસૂરિ-વસ્તુપાલ સંબદ્ધ કોઈ જ પ્રસંગ નોંધાયો નથી. છતાં ઉપર કહેલ અન્ય પ્રબંધો, જે ઈસ્વીસન્ના ૧૪મા શતક જેટલા તો પુરાણા જણાય છે, તેમાં વર્ણવેલ માણિક્યચંદ્ર-વસ્તુપાલ સંબદ્ધ પ્રસંગો શ્રદ્ધેય જણાય છે. અને એથી માણિક્યચંદ્રસૂરિ તથા મહામાત્ય વસ્તુપાલ સમકાલિક હોવાની વાતમાં સંદેહ નથી. માણિક્યચંદ્રસૂરિની પાર્શ્વનાથચરિત્રની રચનામિતિ સં૰ ૧૨૭૬ / ઈ. સ. ૧૨૨૦ની હોઈ ઉ૫૨ની વાતને સમર્થન મળી રહે છે. પણ જો તેમ જ હોય તો તેમના ગુરુ સાગરચંદ્ર સિદ્ધરાજના સમકાલીન નહીં પણ અજયપાળ-ભીમદેવ(દ્વિતીય)ના સમકાલીન હોવાનો સંભવ માની શકાય. બીજી બાજુ જોઈએ તો માણિક્યચંદ્રની એક અન્ય સુપ્રસિદ્ધ કૃતિ—મમ્મટના કાવ્યપ્રકાશ પરની સંકેત નામની એમની ટીકા—અંતર્ગત દીધેલ રચનાનું વર્ષ સંદિગ્ધ છે. ‘ગણિતશબ્દ’ કિંવા ‘શબ્દાંક'માં પ્રસ્તુત મિતિ “રસ-વક્ત-રિવ” એ રીતે વ્યક્ત થયેલી છે. ત્યાં રવિ (૧૨) અને રસ (૬) વિશે તો કોઈ સંશય-સ્થિતિ નથી; પણ “વર્ક્સ”થી ક્યો અંક ગ્રહણ કરવો તે વાત વિવાદાસ્પદ બની છે. આ સમસ્યાના ઉકેલમાં ભોગીલાલ સાંડેસરા, તેમ જ (સ્વ) રસિકલાલ પરીખ વચ્ચે અભિપ્રાયભેદ છે. ડૉ. સાંડેસરા ‘વક્ત્ર'થી ચાર (બ્રહ્માના ‘ચાર’મુખ) કે છ (સ્કંદ-કુમારના “છ” મોઢાં) એમ બેમાંથી ગમે તે એક અંક લેવાનું પસંદ કરે છે૨. (શિવ ‘પંચવક્ત' હોઈ, વકત્રથી પાંચનો આંકડો પણ નિર્દિષ્ટ બને ખરો.) જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy