SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (આ ઈ. સ. ૧૨૬૪) પરની તપાગચ્છીય શુભશીલગણિની વૃત્તિ (સં. ૧૫૧૮ / ઈ સ ૧૪૬૨)માં૧૯ જાડિસંબદ્ધ અપાયેલ હકીકત બહુ સૂચક છે. તેમાં જણાવ્યા પ્રમાણે તો મ્લેચ્છોના સોરઠ પરના આક્રમણ પછી જે લોકોને (ગુલામ તરીકે) ગર્જનક (હઝના) ઉપાડી ગયેલા તેમાં આ જાવડસાહ પણ હતા ! માલિકને ખુશ કરી, માંડ પોતાનો પિંડ છોડાવી, જાવડસાહ મહુવા હેમખેમ પાછા પહોંચેલા. અહીં જે આક્રમણ વિવક્ષિત છે તે તો મહૂમદ ગ્લુઝનવીનું જણાય છે॰. અને તેથી શત્રુંજય પરની જાવડિ કારાપિત પ્રતિષ્ઠા કાં તો ૧૦૨૬થી થોડું પૂર્વે વા થોડાં વર્ષ પશ્ચાત્ થઈ હોવાનો જ સંભવ છે. ૧૧૮ (૫) આ વાત લક્ષમાં લેતાં ૧૪મા શતકના લેખકો પ્રતિષ્ઠાનું જે વિ સં. ૧૦૮ વર્ષ બતાવે છે તેમાં ચોથો, મોટે ભાગે ચોથો અંક છૂટી ગયો લાગે છે. સંભવ છે કે આ મિતિ આદિનાથના ગર્ભગૃહની જાવડિવાળી પ્રતિમા પરના લેખ પરથી, કે મંડપમાં વા અંતરાલમાં મૂકાયેલ એના પ્રશસ્તિલેખ ૫૨થી લીધી હોય અને તેમાં ચોથો આંકડો ઘસાઈ ગયો હોય, વા ખંડિત થયો હોય, યા (૧૪મા શતકના) વાંચનારની અસાવધાનીને કારણે જે નોંધ લેવાઈ હશે તેમાં ભ્રમવશ ૧૦૮નો અંક લખાતાં અને, અભિલેખમાં વજસ્વામીનું નામ હશે તે જોતાં, તેમને પુરાણા વજસ્વામી માની લેવામાં આવ્યા હોય તો તે બનવા જોગ છે. (ઊલટ પક્ષે અભિલેખને સ્થાને કોઈ જૂની ગ્રંથપ્રશસ્તિમાં ઉપરની ચોથા અંક વગરની સાલ વાંચીને પ્રથમ હશે તે લેખકે એવી નોંધ લીધી હોય અને પછી ગતાનુગત એ સાલ માનતી આવતી હોય). હઝનાવાળી વાત લક્ષમાં લેતાં મૂળ સાલ વિ. સં. ૧૦૮ની નહીં પણ વિ સં. ૧૦૮૦ | ઈ સ ૧૦૨૪ના અરસાની હોવી જોઈએ'. કેમ કે જિનપ્રભસૂરિના કથન પ્રમાણે પ્રસ્તુત પ્રતિષ્ઠા પછી બીજે વર્ષે બોહિત્થો (મ્લેચ્છો ?) આવેલા. (ગ્લુઝનાનું આક્રમણ ઈ. સ. ૧૦૨૫ના અંતે કે ૧૦૨૬ના પ્રારંભે થયેલું) કદાચ ઘટના આમ ન બની હોય તો એવો તર્ક થઈ શકે હઝનાના આક્રમણ પશ્ચાત્ના, નજદીકના કોઈક વર્ષમાં, સં. ૧૦૮૮ (ઈસ્વી ૧૦૩૨)ના અરસામાં પ્રતિષ્ઠા થઈ હોય?. આજે તો આ બાબતમાં સાધનોના અભાવે એકદમ નિશ્ચિતરૂપે કંઈ કહી શકાય તેમ નથી. આમ સાધુ જાવિડના શત્રુંજયોદ્ધારના પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ વજસ્વામી હોય તો તે આચાર્ય પ્રાચીન આર્ય વજ નહીં પણ મધ્યકાલીન વજ્રસૂરિ હોવા ઘટે, અને અહીં ચર્ચિત ગૌતમસ્વામિસ્તવ જો તેમની રચના હોય તો તે એમના દ્વારા ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં, કદાચ શત્રુંજય-પ્રતિષ્ઠા બાદ તુરંતમાં, એટલે કે ઈ. સ. ૧૦૨૪ અથવા ૧૦૩૨ના અરસામાં થઈ હોવાનો સંભવ છે. આગળ થયેલી ચર્ચામાં પરીક્ષણ પરથી સ્તોત્રની સરાસરી મિતિ ઈસ્વીસન્ની ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધની હોવાનું જે નિર્ણિત થાય છે તે સાથે વજસ્વામી (દ્વિતીય) દ્વારા થયેલ શત્રુંજય-આદિનાથની પ્રતિષ્ઠાનો ઈ. સ. ૧૦૨૪ (કે વિકલ્પે ૧૦૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy