SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઑસ્ટ્રેલિયા ૧૦૩ કાંગાર, કોઆલા, પ્લેટિપસ, એમ ઑસ્ટ્રેલિયાનો વિચાર કરીએ અને એનું રાષ્ટ્રીય પ્રાણી કાંગારું યાદ ન આવે એમ બને જ નહીં. પ્રકૃતિશાસ્ત્રીઓ માને છે કે જે જાતનાં પ્રાણીઓ ફક્ત ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે તે પરથી એ પ્રાગૈતિહાસિક કાળનો દેશ હોવો જોઈએ. ઑસ્ટ્રેલિયામાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું બહુ વૈવિધ્ય જોવા મળે છે. ફક્ત નીલગિરિ (યુકેલિપ્સ) વૃક્ષની ૭૦૦ જેટલી જુદી જુદી જાત ત્યાં જોવા મળે છે. એને ત્યાં Gum Tree કહે છે. કાંગારું, કોઆલા, પ્લેટિપસ, એમ વગેરે પ્રાણીઓ ઑસ્ટ્રેલિયામાં (અને આસપાસના એના ટાપુઓમાં) જોવા મળે છે. પેટે બચ્ચાંને રાખીને ઉછેરનારાં પ્રાણીઓમાં કાંગારું સૌથી મોટું છે. એનો દેખાવ કઢંગો છે. એના ચાર પગમાંથી આગળના બે પગ ટૂંકા અને પાછળના લાંબા છે. આમ, છતાં કલાકના ત્રીસ માઇલની ઝડપે તે દોડી શકે છે. વળી, તે ત્રીસ ફૂટ લાંબી છલાંગ મારી શકે છે. તે બે પગ પર ઊભું થઈ શકે છે. ટટાર બેસવું હોય તો પોતાની જાડી લાંબી પૂંછડી પર શરીર ટેકવીને તે બેસી શકે છે. ભૂખરા લાલ રંગના કાંગારું ઊભા થાય તો દસેક ફૂટ જેટલાં ઊંચાં દેખાય છે. એના આગળના બે પગ બે હાથ જેવું કામ પણ આપી શકે છે. માદા કાંગારુંની કોથળીમાં બચ્ચાંનો ઉછેર થાય છે. બચ્ચાં જન્મે ત્યારે ફક્ત દોઢેક ઈંચ જેટલા કદનાં હોય છે. મોટાં થાય ત્યારે દસેક અઠવાડિયે કોથળીમાંથી મોટું બહાર કાઢીને જુએ છે. કાંગારુંની પચાસ જેટલી જુદી જુદી જાતિ છે. એક જાતિનું નામ વેલાબી છે. તેનું કદ નાના કૂતરા જેવડું હોય છે. તે ઘણુંખરું ડુંગરોમાં વસે છે. કાંગારુંની એક જાત વૃક્ષો ઉપર જ રહે છે અને ત્યાંથી જ પોતાનો ખોરાક મેળવી લે છે. કાંગારુંની સૌથી નાની જાતિ કદમાં ઉંદર જેટલી હોય છે. અલબત્ત, ઑસ્ટ્રેલિયનો મોટા કાંગારું જ કાંગારું તરીકે ઓળખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy