SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं ઉત્પન્ન થતી વિકૃતિઓને વશ થઈ જાય છે અને અંગત રીતે શિથિલાચારી બની જાય છે. અસંયમની ગુપ્ત તક શોધવા માટે તેઓ ફાંફાં મારે છે. જ્યારે તેઓનો લજ્જાભાવ નીકળી જાય છે, પ્રતિષ્ઠાહાનિનો ભય ચાલ્યો જાય છે, અપકીર્તિની પરવા રહેતી નથી ત્યારે તેઓ દીક્ષા છોડી દે છે. એમાં પણ ચતુર દીક્ષિતો પૂરો આર્થિક પ્રબંધ કરીને તથા ગૃહસ્થ જીવન માટે સાથી પાત્ર બનવા તત્પર વ્યક્તિ સાથે પાકું કરીને, જરૂર પડ્યે ક્ષેત્રમંતર કરીને દીક્ષા છોડી દે છે. મોહાંધ ગુરુઓની ત્યારે આંખ ખૂલે છે. યુવાન સાધુઓને સંયમમાં સ્થિર રાખવાના જે વિવિધ ઉપાયો છે તેમાંના મુખ્ય બે છે : (૧) તપથી કૃશ શરીર અને ઉચિત આહાર તથા (૨) સતત સ્વાધ્યાય અને શ્રુતજ્ઞાનનો ઊછળતો રસ. સાચા આરાધક ગુરુ મહારાજનો યુવાન ચેલાઓના આહાર પર ચાંપતી નજર રાખતા હોય છે. તેમનામાં રસગારવ ન આવી જાય તે માટે ચીવટ રાખે છે. જે ગુરુ મહારાજ સવારના પહોરમાં છાપું વાંચવા બેસી જતા હોય છે તેઓ પછી ચેલાઓને છાપું વાંચતા અટકાવી શકતા નથી. છાપાંઓમાં વિવિધ મસાલેદાર માહિતી સછવિ આવતી હોય છે. એક વખત છાપાંઓ, ચોપાનિયાઓ વાંચવાનો અને ખૂન, અપહરણ, વ્યભિચાર, બળાત્કાર વગેરેનાં વૃત્તાંતો જાણવાનો ચટકો લાગે છે, પછી શ્રુતજ્ઞાનમાં એટલો રસ નથી પડતો. આપણું શ્રુતજ્ઞાન સાગર જેવું અગાધ છે. એ એટલું વિપુલ છે કે માણસ એક જિંદગીમાં પૂરું ન કરી શકે. એમાં પણ પસંદગી કરવી પડે. પણ એક વખત જો એમાં ઉત્કટ રસ પડવા લાગ્યો, અને મોક્ષાભિલાષા દઢ બનતી ગઈ તો પછી સંસારનાં ભૌતિક સુખો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy