SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ - આકાશ, ઉં = પૃથ્વી; વ = જલ; જ્ઝા = પૃથ્વી અને જલ; યા = ણ = આકાશ એ પ્રમાણે તત્ત્વો સાથે અનુસંધાન થાય છે. - - મંત્રશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન કરવામાં આવે છે. પોતાને જે જે ગ્રહ નડતો હોય તેની આરાધના માટે જુદા જુદા મંત્રોનું વિધાન છે. મંત્રવિદોએ નવકારમંત્રનો પણ એ દૃષ્ટિએ પરામર્શ કર્યો છે અને ઉપાધ્યાયપદનો મંત્ર ‘ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં' બુધના ગ્રહની શાંતિ માટે ફરમાવ્યો છે. નવપદની આરાધનામાં, શાશ્વતી આયંબિલની ઓળીની વિધિ સહિત તપશ્ચર્યામાં ચોથા દિવસે ઉપાધ્યાયપદની આરાધના કરવાની હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ હોય છે. એટલે એ દિવસે સવારે પ્રતિક્રમણ પછી લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. ત્યાર પછી જિનમંદિરે જઈ પચીસ સાથિયા કરવાના, પચીસ ખમાસણાં દેવાનાં, પચીસ પ્રદક્ષિણા કરવાની અને ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. ખમાસણા માટે નીચે પ્રમાણે દુહો બોલવાનો હોય છે : : ‘તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.' જિનતત્ત્વ વાયુ અને પ્રત્યેક પ્રદક્ષિણા અને ખમાસણા પછી નમસ્કાર કરતી વખતે ઉપાધ્યાયપદના એક એક ગુણના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે, જેમ કે ‘શ્રી આચારાંગ સત્ર પઠન ગુણયુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ’ આ રીતે અગિયાર અંગ અને ચૌદ પૂર્વ એમ મળીને પચીસના નિર્દેશ સાથે દુહા તથા ખમાસણાપૂર્વક નમસ્કાર કરાય છે. ઉપાધ્યાયપદનો રંગ લીલો હોવાથી જેઓ તે દિવસે એક ધાનનું આયંબિલ ક૨વાની ભાવના ધરાવતા હોય તેઓ આયંબિલમાં મગની વાનગી વાપરે છે. પચીસ સાથિયા કર્યા પછી જે ફળ-નૈવેદ્ય મૂકવામાં આવે છે તેમાં પોતાની શક્તિ અનુસાર લીલા વર્ણનાં ફળ-નૈવેદ્ય મૂકી શકે છે. શક્તિસંપન્ન શ્રીમંતો પચ્ચીસ મરકતમણિ પણ મૂકી શકે છે. ચોખાના સાથિયાને બદલે મગના સાથિયા પણ તે દિવસે કરી શકાય છે. ઉપાધ્યાય પદની આરાધના કરનારને તે દિવસે એવી ભાવના ભાવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy