SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ લાંછન ‘કલ્પસૂત્ર’માં લખવામાં આવ્યું છે : અહીન पडिपुत्रपंचिंदियसरीर નવાવંનમુનોવવેય માજીમ્માળપમાળડિપુત્રમુનાય સવ્વસુંવા।' (અર્થાત્ હીનતારહિત, પાંચેય ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળા તથા લક્ષણો, વ્યંજનો અને ગુણોથી યુક્ત, માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ, સુજાત અને સર્વાંગસુંદર...) મનુષ્યનાં બત્રીસ ઉત્તમ લક્ષણોની ગણનામાં જુદા જુદા ગ્રંથોમાં થોડો ફરક છે. ગુણની દૃષ્ટિએ આ પ્રમાણે ઉત્તમ બત્રીસ લક્ષણ ગણાવવામાં આવે છેઃ (૧) નખ, (૨) હાથ, (૩) પગ, (૪) જીભ, (૫) હોઠ, (૬) તાળવું, (૭) નેત્રના ખૂણા – આ સાતે ૨ક્તવર્ણા હોય, (૮) કાખ, (૯) વક્ષસ્થળ, (૧૦) ગળું, (૧૧) નાસિકા, (૧૨) નખ, (૧૩) મૂછ – એ છ ઊંચાં હોય; (૧૪) દાંત, (૧૫) ત્વચા, (૧૬) વાળ, (૧૭) આંગળીનાં ટેરવાં, (૧૮) નખ આ પાંચ નાનાં પાતળાં હોય; (૧૯) આંખ, (૨૦) હૃદય, (૨૧) નાક, (૨૨) હડપચી, (૨૩) ભુજા આ પાંચ લાંબાં હોય; (૨૪) લલાટ, (૨૫) છાતી, (૨૬) મુખ – આ ત્રણ વિશાળ હોય; (૨૭) ડોક, (૨૮) જાંઘ (૨૯) પુરુષચિહ્ન – આ ત્રણ લઘુ હોય; (૩૦) સત્ત્વ, (૩૧) સ્વર, (૩૨) નાભિ આ ત્રણ ગંભીર હોય – એવાં બત્રીસ શુભ લક્ષણવાળો પુરુષ બત્રીસલક્ષણો, શ્રેષ્ઠ અને ભાગ્યશાળી મનાય છે. - and a ૧૦૫ 1 શરીરનાં અંગોઅંગમાં રહેલી બત્રીસ મંગળ આકૃતિઓની દૃષ્ટિએ પણ ‘બત્રીસલક્ષણો’ માણસ કહેવાય છે. એ લક્ષણો નીચે પ્રમાણે છે : (૧) છત્ર, (૨) કમળ, (૩) ૨૫, (૪) વજ્ર, (૫) કાચબો, (૬) અંકુશ, (૭) વાવડી, (૮) ધનુષ્ય, (૯) સ્વસ્તિક, (૧૦) તોરણ, (૧૧) બાણ, (૧૨) સિંહ, (૧૩) વૃક્ષ, (૧૪) શંખ, (૧૫) ચક્ર, (૧૬) હાથી, (૧૭) સમુદ્ર, (૧૮) કળશ, (૧૯) મહેલ, (૨૦) મત્સ્ય, (૨૧) જવ, (૨૨) યજ્ઞસ્તંભ, (૨૩) સ્તૂપ, (૨૪) કમંડળ, (૨૫) ૫ર્વત, (૨૭) ચામર, (૨૭) દર્પણ, (૨૮) વૃષભ, (૨૯) પતાકા, (૩૦) લક્ષ્મી, (૩૧) માલા અને (૩૨) મોર. Jain Education International શરીરનાં અંગાંગોમાં જેમ વધુ ઉત્તમ લક્ષણો તેમ તે વ્યક્તિ વધુ ભાગ્યશાળી મનાય છે. બત્રીસથી વધુ ૧૦૮ કે ૧૦૦૮ ઉત્તમ લક્ષણો ગણાવવામાં આવે છે. એવાં ઉત્તમ લક્ષણો જેનામાં હોય તેવી વ્યક્તિ શ્રેષ્ડતરશ્રેષ્ઠતમ ગણાય છે. જૈન માન્યતાનુસાર બળદેવોમાં ૧૦૮ ઉત્તમ લક્ષણો હોય છે, અને ચક્રવર્તીઓમાં તથા તીર્થંકરોમાં એવાં ૧૦૦૮ ઉત્તમ લક્ષણો હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy