SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મૉસ્કોમાં ભારતીય જમણ 61 ઉપર જેની સાથે વાત કરી હતી એ હોટેલના સ્ટાફના સભ્યને બોલાવવામાં આવ્યા. એણે ખુલાસો કર્યો કે ‘હા, મેં એમ કહ્યું કે ભારતીય લોકો રૂબલમાં બિલ ચૂકવી શકે છે.’ ત્યાં મૅનેજરે કહ્યું, ‘એ વાત સાચી છે, પરંતુ તે તો સ્થાનિક રહેતા ભારતીયો માટે છે, નહિ કે પ્રવાસીઓ માટે. પ્રવાસીઓ માટે સોવિયેટ યુનિયનનો કાયદો જુદો છે.’ હોટેલના મૅનેજરના અવાજમાં વિનય નહોતો, કડકાઈ હતી. એણે ફરીથી કહ્યું, ‘તમે બધાં ટૂરિસ્ટ છો. માટે તમારે ડૉલરમાં જ બિલ ચૂકવવું પડશે.' આથી પરિસ્થિતિ ગૂંચવાડાભરી થઈ. પરંતુ મૅનેજરે જે ઉદ્ધતાઈથી વર્તન કર્યું તે કોઈને ગમ્યું નહિ. એથી અમારામાંના કેટલાંકનાં મનમાં રોષ ભરાયો. દરમિયાન અમારામાંના જે ભાઈને પોતાના મિત્ર સાથે વાત થઈ હતી તે તેમને મળવા માટે રેસ્ટોરાં પર આવી પહોંચ્યા. અમારો ગણગણાટ સાંભળી તેઓ અમારી મુશ્કેલી સમજી ગયા. અમારી વાત સાંભળી તેમણે મૅનેજરને વિનંતી કરતાં કહ્યું, ‘હું મૉસ્કોમાં રહું છું અને હું જાણું છું કે ભારતીય પ્રવાસીઓ પણ રૂબલમાં બિલ આપી શકે છે.' તેનો જવાબ આપતાં મૅનેજરે કહ્યું, ‘પ્રવાસી કોઈના મહેમાન તરીકે આવ્યા હોય તો તેમના વતી સ્થાનિક યજમાન ર્બલમાં બિલ આપી શકે છે. પરંતુ આ બધા પ્રવાસીઓ કોઈના મહેમાન નથી.' અમારામાંથી કોઈકે મૅનેજરને કહ્યું, 'તો અમારા આ મિત્રના મહેમાન તરીકે અમને ગણો અને બિલ રૂબલમાં લો.' મૅનેજરે કહ્યું, ‘એવી ખોટી વાત ન કરો. તમારે જમવું હોય તો ડૉલરમાં જ બિલ ચૂકવવું પડશે.' મૅનેજરના અવાજમાં ગુસ્સો હતો, અપમાનજનક ભાવ હતો. આમ આ વાતનો વિવાદ વધી ગયો. ઘણાંખરાં ટેબલ પરથી ઊભાં થઈ ગયાં. થોડી બોલાચાલી થઈ. હોટેલના મૅનેજરને કોઈકે સમજાવ્યા અને છેવટે એમ ઉકેલ કાઢવામાં આવ્યો કે રૂબલમાં તેઓ ઉતારે ખાવા માટે પડીકાં બાંધી આપશે, પરંતુ હોટેલમાં જમાડશે નહિ. છેવટે ખાવાનું બંધાવી લેવાનું નક્કી થયું. વેઇટરોને ઑર્ડર લેવાની મનાઈ થઈ એટલે ત્યાં બધા રસોડામાં જઈને પોતપોતાનો ઑર્ડર લખાવવા લાગ્યા. એટલામાં મૅનેજર આવી પહોંચ્યો. ફરી તેની ઉદ્ધતાઈ દેખાવા લાગી. તેણે કહ્યું, ‘હું તમને બધાને રસોડામાં દાખલ થવા નહિ દઉં અને તમારા દરેકના જુદા જુદા ઑડર નહિ લઉં. તમે બધા બહાર જઈને ભેગાં મળીને એક જ વ્યક્તિને પોતાને જે જોઈતું હોય તે લખાવો અને એક જ વ્યક્તિને તે બધું ખાવાનું બાંધી આપવામાં આવશે. અમે એ રીતે બહાર આવીને અમારામાંના એક ભાઈને પોતપોતાની વાનગી લખાવી, પરંતુ એ વાનગીની યાદી લઈને અમારા પ્રતિનિધિ જ્યારે મૅનેજર પાસે ગયા ત્યારે તેણે કહ્યું, ‘આ બધું અમારે બનાવવું પડશે અને એ બનાવતાં અમને એક કલાક ઉપર નીકળી જશે. ત્યાં સુધી તમે બધાં બહાર બેસો.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy