SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નિબત આવતી જોઈને મેં કહ્યું, ‘અમિતાભ, આપણા કૉપ્લેક્સમાં કોઈ સિરિયસ લાગે છે. એબ્યુલન્સ આવી છે.” ‘પપ્પા, અહીં એબ્યુલન્સ આવે એની નવાઈ નથી. અમેરિકામાં ડૉકટરો ઘરે જોવા આવે એવી એકંદરે પ્રથા નથી. દર્દીએ ડૉકટર પાસે જવું પડે. જે લોકોને ગાડી ચલાવવાનું ફાવે એમ ન હોય તે એબ્યુલન્સ બોલાવે. દાંત દુઃખતો હોય અને ગાડી ચલાવવાની રુચિ ન થતી હોય તો પણ માણસ, પરવડતું હોય તો, એબ્યુલન્સ બોલાવે.' “આપણે થોડી રાહ જોઈને જવું છે કે કોને ત્યાં એબ્યુલન્સવાળા જાય છે ? કદાચ કોઈને કંઈ કામ હોય તો પૂછી જેવું છે ?' ' અહીં એવી પ્રથા નથી. આપણે પૂછવા જઈએ તો કોઈકને ગમે કે ન ગમે. અહીંને વ્યવહાર ભારત જેવો નથી.' સ્ટોરમાંથી દૂધ, દહીં, શાકભાજી વગેરે લઈ ઘરે આવી અમે અમારા રોજિંદા જીવનમાં ગૂંથાઈ ગયા. એકાદ અઠવાડિયા પછી હું ટપાલની પેટીમાંથી ટપાલ લઈને પાછો ફરતો હતો ત્યાં કર્ટ મળી ગયા, મારાથી ભારતીય જિજ્ઞાસાવૃત્તિથી પૂછાઈ ગયું, ‘મિ. કર્ટ, થોડા દિવસ પહેલાં સવારે આપણા કૉપ્લેક્સમાં એક એબ્યુલન્સ આવી હતી. તો કોઈ માંદું હતું ?' “ના, કોઈ માંદું નહોતું, એ તો તમારી પડોશમાં જે માજી રહે છે એમનો દીકરો ગુજરી ગયો હતો. એટલે શબને લઈ જવા માટે એમણે એબ્યુલન્સ બોલાવી હતી.” આ સમાચાર સાંભળી હું સાશ્ચર્ય અસ્વસ્થ થઈ ગયો, પરંતુ આટલું કહેવા છતાં કર્ટના ચહેરા ઉપર કોઈ શોકની લાગણી દેખાતી નહોતી. જાણે કોઈ સામાન્ય ઘટના બની હોય એવા હાવભાવ સાથે એમણે વાત કરી. સમૃદ્ધ દેશોની આધુનિક જીવનપદ્ધતિનો એમાં અણસાર આવી ગયો. અમારા એપાર્ટમેન્ટની હારમાં જ ત્રીજા ઘરે બનેલી મૃત્યુની ઘટના જાણે કશી સામુદાયિક નોંધ લેવાયા વગર બની ગઈ. માજીનો સાઠ વર્ષનો પુત્ર ગુજરી ગયો, પણ નહિ કોઈ રોકકળ, શબ લઈ જતી વખતે નહિ ડાઘુઓની અવરજવર, નહિ પાસે બેસવા જવાની પ્રથા કે નહિ દિલસોજી દર્શાવવાની પ્રણાલિકા. સાદડી, બેસણું, ઉઠમણું તો કયાંથી હોય ? બૈરાંઓ છાતી ફૂટે, મોં વાળે, ખૂણો પાળે, કાળાં કપડાં પહેરે એવા એવા રિવાજો તો ભારતમાંથી પણ ઘસાઈ ગયા છે. કૉપ્લેફસના છત્રીસ ભાડૂતોમાંથી ચોત્રીસને તો ખબર પણ નહોતી કે માજીના દીકરાનું અવસાન થયું છે. સમુદાયમાં રહેવા છતાં જગતમાં ક્યાંક આવું નિસ્બતરહિત, બિનઅંગત જીવન જિવાય છે એનો અમને પ્રત્યક્ષ અનુભવ થયો. હર્ષ કરતાં પણ મૃત્યુ જેવા ઘેરા શોકના પ્રસંગે લોકોની લાગણીની બાહ્ય અભિવ્યક્તિ અને આંતર અનુભૂતિ વચ્ચે વિવિધ પ્રકારનું સામ્યવૈષમ્ય જોવા મળશે. એક છેડે હૃદયમાં નરી નિષ્ફરતા અને બાહ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy