SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નિબત અમેરિકામાં બોસ્ટન શહેરના એકટન નામના પરામાં ગ્રેટ રોડ પર આવેલા નાશીબા વેલી એપાર્ટમેન્ટ્સ'ના કૉપ્લેફસ(સંકુલોમાં રહેતા અમારા પુત્ર ચિ. અમિતાભ અને પુત્રવધૂ સૌ. સુરભિને ત્યાં રહેવા હું અને મારાં પત્ની ગયાં હતાં. સંકુલમાં અડોઅડ આવેલા છ એપાર્ટમેન્ટની એક હાર એવી છ જુદી જુદી હાર હતી. અમેરિકાના ઘણા પ્રદેશોમાં લગભગ દરેક પુખ્ત વયની વ્યક્તિ પાસે પોતાની મોટરકાર હોય છે. એ રીતે આ સંકુલમાં છત્રીસ ઘર વચ્ચે નેવુંથી સો જેટલી મોટરકાર પાર્ક થઈ શકે એ રીતે એપાર્ટમેન્ટની દરેક હારની આસપાસ વિશાળ જગ્યા રાખવામાં આવી હતી. અમેરિકામાં ઘર જેટલું જ ગાડીનું મહત્ત્વ છે અને સમયની કિંમત ભારે એટલે ગાડી પાર્ક કરવામાં કે બહાર કાઢવામાં કોઈને અગવડ ન પડવી જોઈએ. સાંજે બધી ગાડીઓ આવી ગઈ હોય અને નજર ફેરવીએ તો ભાતભાતના રંગવાળી, જુદાં જુદાં મોડેલની સરસ ગાડીઓની હાર એ દેશની ભૌતિક સમૃદ્ધિનો ખ્યાલ આપે. ત્યાં ગાડીની ગણના મોજશોખ કરતાં જીવનની જરૂરિયાતમાં વિશેષ થાય. અમેરિકામાં ઘરની અછત નહિ એટલે ઘર બદલવામાં જરાય મુશ્કેલી નહિ. કેટલાક દેશોમાં પચાસ વર્ષે પણ માણસનું સરનામું એનું એ જ રહ્યું હોય તો કેટલાક સમૃદ્ધ દેશોમાં બે-પાંચ વર્ષે સરનામું બદલાયું હોય. નોકરી કે વ્યવસાયને કારણે બીજા વિસ્તારમાં જવાનું થાય તો માણસ તરત ઘર પણ બદલે. લઈ જવાની ઘરવખરી ઓછી એટલે કડાકૂટ પણ બહુ નહિ. અમે ચારેક મહિના એ એપાર્ટમેન્ટમાં રહ્યાં એટલા સમયમાં છત્રીસ કુટુંબોમાંથી આઠ કુટુંબો બીજે રહેવા ચાલ્યાં ગયાં હતાં. કેટલાંક કુટુંબો તો કયારે ગયાં અને ક્યારે નવાં કુટુંબો રહેવા આવ્યાં તેની ખબર પણ પડી નહોતી. જ્યાં વારંવાર ઘર બદલાતાં હોય ત્યાં પાડોશીઓ સાથે બહુ આત્મીયતા થતી નથી. પાર્કિંગ વિસ્તારમાં જતાં-આવતાં કોઈ મળી જાય તો અવશ્ય મોઢું મલકાવવાનું. પાડોશીને ત્યાં બેસીને ગામગપાટા મારવાની કે પારકી પંચાત કરવાની પ્રથા જ નહિ. સૌ પોતપોતાની જિંદગીમાં જ વ્યસ્ત અને મસ્ત. - સવારે આઠ-નવ વાગતામાં તો સંકુલમાંથી ઘણાખરા લોકો કામધંધે ચાલ્યા ગયા હોય. અમે નિવૃત્ત હતાં એટલે લગભગ આખો દિવસ ઘરમાં રહેતાં. સારું હવામાન હોય ત્યારે કશો જ સંકોચ રાખ્યા વગર કે શિષ્ટાચારની પરવા કર્યા વગર અમે એપાર્ટમેન્ટના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy