SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન વિદેશપ્રવાસના મારા વિવિધ અનુભવપ્રસંગોનો આ બીજો સ્વતંત્ર સંગ્રહ પ્રકાશિત થાય છે એ મારે માટે તથા મારા પરિવારના સભ્યો અને સ્નેહી-મિત્રો માટે અત્યંત હર્ષની વાત છે. ૧૯૮૩માં પાસપોર્ટની પાંખે'નું પ્રકાશન થયું ત્યારે કલ્પના નહોતી કે એવો એક બીજો સંગ્રહ પ્રકાશિત થશે. ‘પાસપોર્ટની પાંખે'ને જે સફળતા મળી હતી તે મારે માટે પ્રેરણાદાયી હતી. છેલ્લા દોઢ દાયકામાં વિદેશપ્રવાસની વધુ કેટલીક તક મળી. વળી અગાઉના પણ કેટલાક એવા અનુભવો હતા કે જેને વિશે લખ્યું નહોતું. એટલે મારા મિત્ર શ્રી ઘનશ્યામ દેસાઈએ અને ભાઈશ્રી દીપકભાઈ દોશીએ “નવનીત-સમર્પણમાં ફરીથી “પાસપોર્ટની પાંખે'ની શ્રેણી ચાલુ કરવા માટે આગ્રહપૂર્વક પ્રસ્તાવ મૂક્યો ત્યારે મેં એ સહર્ષ વધાવી લીધો. આમ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી આ અનુભવ પ્રસંગો “નવનીત-સમર્પણ'માં નિયમિત પ્રકાશિત થતા રહ્યા અને હવે તે ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય છે. “પાસપોર્ટની પાંખે'ના શીર્ષક હેઠળ આ બધા લેખો શ્રેણીરૂપે પહેલાં પ્રગટ થયા છે અને હવે સ્વતંત્ર સંગ્રહરૂપે પ્રગટ થાય છે એટલે ગ્રંથનું નામ “પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન' એવું પ્રયોજ્યું છે. આ ગ્રંથ વાંચનાર માટે પહેલો ગ્રંથ વાંચી લેવાનું અનિવાર્ય નથી. એવું જ પ્રથમ ગ્રંથ વાંચનાર માટે છે. બંને સંગ્રહો સ્વતંત્ર છે. આ ગ્રંથના અનુભવ પ્રસંગો ક્રમાનુસાર વાંચવાનું પણ કોઈ બંધન નથી. આ બધા પ્રસંગો કાલાનુક્રમે કે ભૌગોલિક વિભાગ અનુસાર ગોઠવ્યા નથી. વસ્તુત: જેમ જેમ લખાતા ગયા તેમ તેમ “નવનીત-સમર્પણમાં છપાતા ગયા હતા, એટલે વાચકને રસ પડે એ દષ્ટિએ ક્રમ ગોઠવ્યો છે. પ્રવાસલેખોનો આ ગ્રંથમાં આપેલો ક્રમ દેઢ નથી. આ બધા પ્રવાસલેખોને ભવિષ્યમાં વિવિધ દૃષ્ટિબિન્દુથી વિવિધ ક્રમમાં ગોઠવીને પ્રકાશિત કરી શકાય. મેં મારા કૉપીરાઇટનું વિસર્જન કર્યું છે એટલે કોઈપણ સંપાદક પોતાની દૃષ્ટિથી એનું સંપાદન કરી શકે છે, શાળા-કોલેજના પાઠ્યપુસ્તકની દૃષ્ટિએ આવશ્યક લાગે ત્યાં સંક્ષેપ પણ કરી શકે. એ માટે મારી કોઈ અનુમતિ લેવાની રહેતી નથી. મારું એ સભાગ્ય રહ્યું છે કે છેલ્લા ત્રણ દાયકા દરમિયાન વિદેશપ્રવાસની સતત તક મને મળતી રહી છે. દુનિયાના કેટલા બધા દેશોમાં કેટલું બધું ફરવાનું મળ્યું છે ! અને છતાં અડધી દુનિયા પણ મેં જોઈ નથી એમ કહી શકાય. વસ્તુત: દુનિયામાં એટલું બધું જોવા-ફરવાનું છે. હવે વિદેશપ્રવાસની કોઈ નવાઈ રહી નથી. સાધનો અને સગવડો સવિશેષ ઉપલબ્ધ થતાં જાય છે. દુનિયા સાંકડી થતી જાય છે. પ્રવાસની વિકટતા ઘટતી જાય છે. વિદેશમાં હજુ પણ કેટલાક અનુભવો વિશે જો અવસર મળે તો લખવાનો ભાવ છે; ન મળે તો કોઈ વસવસો નથી, વિદેશ કરતાં પણ ભારતમાં પ્રવાસ કરવાની ઘણી બધી તક મળી છે. સમગ્ર ભારતના લગભગ તમામ મોટાં શહેરો, જુદા જુદા ધર્મનાં VII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy