SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ to પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન અને ફ્લોરિંગથી બહુ જ આકર્ષક લાગતી એવી આ હોટેલમાં સમુદ્રની બાજુએ બેઠાં હોઈએ તો નીચે સ્વચ્છ પાણીમાં રંગબેરંગી માછલીઓ તરતી દેખાય. રોજ કેટલાય લોકો માછલીને ખવડાવતા હોવાથી માછલીઓ પણ એટલામાં જ ઘૂમ્યા કરતી દેખાય. અહીં સમય કેવી રીતે પસાર કરવો એની કોઈ ચિંતા જ નહિ. હોટેલમાં લંચ લઈ અને લૉંચમાં બેસી ઊપડ્યા ઉલૂલૂ ટાપુ તરફ. ઉલૂલૂમાં અમારે ટાપુ પર ઊતરવાનું નહોતું, પરંતુ ટાપુ આવે તે પહેલાં સમુદ્રના નિર્મળ જળમાં પરવાળાં(Corals)નું નિરીક્ષણ કરવાનું હતું. અમે ટાપુ નજીક આવ્યા. અમારી બોટ ધીમી પડી. સૂચના મળતાં અમે બોટમાં તળિયે રાખવામાં આવેલા પારદર્શક કાચ પાસે પહોંચી ગયા. પરવાળાં જોવા માટે બોટમાં ચાર જગ્યાએ તળિયામાં મોટા લંબચોરસ પારદર્શક કાચ જડવામાં આવ્યા હતા. દરેક કાચની આસપાસ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે બધા પ્રવાસીઓ જુદા જુદા કાચની આસપાસ ગોઠવાયા. ઉલૂલૂ ટાપુ પાસેનું સમુદ્રનું પાણી અત્યંત સ્વચ્છ હતું. સૂર્યના પ્રકાશમાં તેમાં વધુ ઊંડે સુધી જોઈ શકાતું હતું. કાચના તળિયેના પાણીમાં ફરતી નાનીમોટી વિવિધ આકારની અને પ્રકારની રંગબેરંગી માછલીઓ તરતી-ફરતી દેખાવા લાગી. નીચે જુદા જુદા આકારનાં પરવાળાં પણ દેખાયાં. મેં અગાઉ બેોટા (શ્રીલંકા), મલિન્દી (કેનિયા), પત્તયા (થાઇલૅન્ડ), મોરિશિયસ વગેરેના સમુદ્રમાં Glass-bottom Boatમાંથી આવાં દૃશ્યો નિહાળ્યાં હતાં. પરંતુ જેઓ પહેલી વાર આવું દૃશ્ય જુએ તે તો અવશ્ય આશ્ચર્યચકિત થયા વિના રહે નહિ. કાચમાંથી માછલીઓ અને પરવાળાં જોયા પછી અમને બધાંને સ્ટીમરના ઉપરના ખુલ્લા ડેકમાં લઈ જવામાં આવ્યા ત્યાં અમે ખુરશીઓમાં ગોઠવાયા. દરમિયાન સમુદ્રના પાણીમાંથી ત્રણ વ્યક્તિ હાથમાં પરવાળાં લઈને સ્ટીમરમાં ચડી. તેઓએ મોઢે– માથે ઑક્સિજન માસ્ક પહેરેલો હતો. અને શરીરે પગનાં તળિયાં સુધીનો ડૂબકીમારનો ડાઇવર્સ (Diver's) સૂટ પહેરેલો હતો. તેઓ સ્થાનિક વ્યવસાયી ડાઇવર્સ હોય એમ લાગ્યું. કાચમાંથી માત્ર તેમની બે આંખો દેખાતી. પરવાળાં ડેક પર મૂકીને ફરી તેઓએ પાણીમાં ડૂબકી લગાવી. પાછા થોડી વારે બીજાં પરવાળાં લઈ આવ્યા. ગાઇડ યુવતીએ અમને સમજાવ્યું કે પરવાળાં (પ્રવાલ) એ પણ એક પ્રકારના જીવોનું કલેવર છે. એના જુદા જુદા આકાર પ્રમાણે એની જુદી જુદી જાતિ ગણવામાં આવે છે. અમને સાબરના શિંગડા જેવા (Stad horn Corals), દાંત-દાઢ જેવા (Tooth Corals), મશરૂમ જેવા (Mushroom Corals), તકિયા જેવા (Cushion Corals), કાકડી જેવા (Cucumber Corals), ભીંડા જેવા (Green Finger Corals), પીંછાં જેવા (Fern Corals), નમસ્કાર કરતા હોય એવી આકૃતિવાળા (Greeting Corals) એમ જુદી જુદી જાતનાં પરવાળાંને ઘર, દુકાન વગેરેમાં કેવી કલાત્મક રીતે ગોઠવી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy