SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ માઉન્ટ આબુન એ માટે કંઈ મોડું વહેલું થતું નહોતું. એટલે ટેક્સી બોલાવવા માટેની વધારાની રકમ આપવા કરતાં કોઈ ટકસી ખાલી થતી હોય તો તે લેવા અને દરવાજા બહાર ઊભા રહ્યા. કેટલીક વાર પછી એક ટેકસી આવી. અમે તેની સાથે નક્કી કરવા ગયા. વાતમાં ને વાતમાં અમે કહ્યું, “અમારે જવાનું હતું તો માઉન્ટ આબુન, પણ ત્યાંનો રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે એટલે અમારું ત્યાં જવાનું બંધ રહ્યું છે.' કોણે કહ્યું કે રસ્તો ખરાબ થઈ ગયો છે ?' ટેકસી ડ્રાઈવરે સામો પ્રશ્ન કર્યો. અમારી ગાઈડ કહ્યું, “વળી હોટેલના સ્ટાફે પણ કહ્યું કે માઉન્ટ આબુન કોઈ બસ જતી નથી. કારણ કે રસ્તો ખરાબ અને જોખમી છે. ‘હા, એ વાત સાચી છે કે રસ્તો જોખમી છે. એ રસ્તે હમણાં બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે; પણ ટેકસી ત્યાં જઈ શકે છે.' અમે તરત નિર્ણય લઈ લીધો કે આખુન જવાતું હોય તો જવું જ છે. ટેક્સીના ભાવ ઘણા વધારે લાગ્યા, પણ જવું એટલે જવું. ટેસી ચાલી. કાળા સમુદ્રના કિનારે કિનારે બાંધવામાં આવેલા રસ્તે અમે આગળ વધ્યા. પછી ટેક્સીએ આખુન બાજુ વળાંક લીધો. ચઢાણવાળો રસ્તો ચાલુ થયો. બંને બાજુ લીલાંછમ વૃક્ષો હતાં. ઝાડી ગીચ હતી. વાત કરતાં કરતાં આખુનની બસ સેવા બંધ થઈ જવાનું મૂળ કારણ ટેકસીડ્રાઈવર પાસેથી જાણવા મળ્યું. સાંકડા અને વળાંકોવાળા ઘાટ જેવા આ રસ્તામાં થોડા દિવસ પહેલાં કેટલાક અમેરિકન પ્રવાસીઓ આવેલા. એ વખતે બે બસ એકબીજા સાથે અથડાતાં કોઈક પ્રવાસીને સહેજ વાગી ગયેલું. એણે સોવિયેટ સરકાર પર મોટી રકમનો દાવો માંડ્યો. એવો દાવો સોવિયેટ સરકાર શાની મંજૂર કરે ? પણ એણે આખુનની બસસેવા તરત બંધ કરી દીધી. વળી ટેકસી ડ્રાઈવરે કહ્યું કે રસ્તો ખરાબ છે એટલે એવું નથી કે તૂટી ગયો છે, કે બગડી ગયો છે. રસ્તો જોખમી છે, કારણ કે સાંકડો છે અને પર્વતની ટોચ પર પહોંચતાં ઘણા બધા વળાંકો આવે છે. પણ ગાડી ચલાવવાની દષ્ટિએ ઠેઠ સુધી તે સારો છે. સામસામી બે ટેકસી આવે તો બંનેએ ધીમે પડી જવું પડે. પછી એક ઊભી રહે અને બીજી નીકળી જાય. કોઈ વખત એવું પણ બને કે સામસામે પસાર ન થઈ શકાય તો વાહન થોડું આગળપાછળ કરીને નીકળવું પડે.' અમે આખુન પર્વત પર આવ્યા. રશિયામાં કોકેસસ પર્વતની હારમાળામાં સમુદ્રની સપાટીથી લગભગ અઢી હજાર ફૂટની ઊંચાઈ ધરાવતા આ પર્વતનું ભૂતકાળમાં લશ્કરી દષ્ટિએ ઘણું મહત્ત્વ હશે એમ જણાય છે. પર્વતની ટોચ પર વિશાળ સપાટ જમીનમાં કિલ્લો છે. તેમાં વચ્ચે ઉત્તુંગ ટાવર જેવી કાળા પથ્થરની રચના કરવામાં આવી છે. આસપાસના દેશના લશ્કરી નિરીક્ષણ માટે જ આ Observation Tower બનાવેલો લાગ્યો. એમાં દાખલ થઈ અંદરથી લગભગ દોઢસો જેટલાં પગથિયાં ચડી અમે એની અગાશીમાં પહોંચ્યા. માથે સવારનો તડકો હતો, પણ શીતલ હવાને લીધે તે એટલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy