SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ yo પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન કુમામોટોનો કિલ્લો જોઈ અમે બહાર આવ્યા. ટેકસીમાં બેઠા. અમે ડ્રાઈવરને ટેકસી બસ-સ્ટેશને લેવા કહ્યું. “એણે ડોકું ધુણાવી કહ્યું, “હે, બસ-સ્ટેશન.' હવે બપોર જેવી ગરબડ થવાનો સંભવ નહોતો. અમારી ટેકસી ચાલી. થોડી વાર થઈ પણ બસ-સ્ટેશનની કોઈ એધાણી જોવા મળી નહિ. રસ્તો પણ જુદો લાગ્યો. બસ-સ્ટેશન બહુ દૂર નહોતું. આટલી વારમાં તો તે આવી જવું જોઈએ. પણ ન આવ્યું એથી અમને વહેમ પડ્યો. ફરીથી અમે ડ્રાઈવરને કહ્યું, “બસ-સ્ટેશન' અને એણે હા કહી. અમને થયું કે જરૂર ફરીથી કંઈક ગરબડ થઈ લાગે છે. હવે તો તે જ્યાં લઈ જાય ત્યાં ગયા વિના છૂટકો નહોતો. અમને ચિંતા હતી કે હિરોશિમાની બસ સમયસર પકડી શકાશે કે કેમ ? ઘણું અંતર કાપ્યા પછી ટેકસી બસ-સ્ટેશને આવીને ઊભી રહી, પણ અમે જે બસ-સ્ટેશન પર ઊતર્યા હતા તેના કરતાં આ બસ-સ્ટેશન જુદું લાગતું હતું. ટેકસીભાડું ચૂકવી અમે સ્ટેશનમાં દાખલ થયા. પૂછપરછની ઑફિસમાં પહોંચીને હિરોશિમાની બસ ક્યાંથી ઊપડશે તે વિશે પૂછ્યું. કાઉન્ટર ઉપર ઇંગ્લિશ જાણનાર કોઈ નહોતું. એક કર્મચારી ભાઈએ હાથના ઈશારા વડે હિરોશિમાની બસની ના પાડી. અમે એમને સમજાવવા ઘણી કોશિશ કરી પણ તેઓ કશું સમજ્યા નહિ. કર્મચારી ભલા હતા. અમને મદદ કરવા ઉત્સુક હતા. પરંતુ ભાષાની અગવડને કારણે અમે અમારી વાત સમજાવી શકતા નહોતા. દરમિયાન સમય તો વહેતો જ રહ્યો હતો. એવામાં અમને વિચાર આવ્યો અને અમારી પાસેની લૉકરની ચાવી એમને બતાવી. “લોકર', બેંગ', 'હિરોશિમા' એ શબ્દો અમે બોલતા રહ્યા. ચાવી જોતાં જ એ ભાઈને સમજાઈ ગયું. એમણે કહ્યું, 'બસ સેન્ટ્રલ.” એમણે ફોડ પાડ્યો કે આ બસ-સ્ટેશન છે અને આવાં લૉકર જ્યાં છે તે જગ્યાનું નામ બસ સેન્ટ્રલ છે. ટેક્સીવાળો અમને બસ-સ્ટેશન પર બરાબર લઈ આવ્યો હતો. પણ ભૂલ અમારી હતી. અમને શી ખબર કે એક જ શહેરમાં બસના એક મથકને 'બસસ્ટેશન' અને બીજા મથકને ‘બસ સેન્ટ્રલ' કહેતા હશે ! અમે એ કર્મચારી ભાઈને વિનંતી કરી કે બસ સેન્ટ્રલ માટે જાપાની ભાષામાં લખી આપે કે જેથી ટેકસી કરી અમે ત્યાં પહોંચી જઈએ. એવામાં એણે પોતાની ઘડિયાળમાં જોયું અને કંઈક વિચાર કરી પોતાની સાથે આવવા જણાવ્યું. અમે એમની પાછળ ચાલ્યા. થોડે દૂર પાર્ક કરેલી એક બસ પાસે તેઓ અમને લઈ ગયા અને ઈશારાથી કહ્યું કે એ બસ તરત જ ઊપડે છે અને બસ સેન્ટ્રલ જાય છે. તેમનો આભાર માની અમે બસમાં બેઠા, થોડી વારમાં બસ સેન્ટ્રલ પહોંચ્યા. અમારી નજર તો સતત ઘડિયાળ ઉપર હતી. અમે બસમાંથી ઊતરી તરત દોડ્યા. લૉકરમાંથી સામાન લીધો અને હિરોશિમાં માટેની બસ જ્યાંથી ઊપડવાની હતી ત્યાં પહોંચ્યા. હજુ બસ ઊપડવાને ત્રણ મિનિટની વાર હતી. સામાન મૂકીને અમે બસમાં ગોઠવાયા. અમે હાંફી ગયા હતા, પરંતુ સમયસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy