SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન લોન, ટેનિસ કોર્ટ, રમતગમતના વિભાગ, પોતાનું જુદું પાવર સ્ટેશન, નદીમાં ફરવા માટે બોટ વગેરે ઘણું વસાવ્યું. સુરક્ષિતતા માટે બંગલાના વિશાળ કમ્પાઉન્ડની ફરતે મજબૂત ઊંચી દીવાલ બનાવી, પોતાની પત્ની બંગલો જોઈને રાજી રાજી થઈ જશે એની એને પાકી ખાતરી હતી કારણ કે એ માટે એણે નાણાં ખર્ચવામાં કશી મણા રાખી ન હતી. બંગલો બંધાઈ રહ્યો એટલે તે પોતાની પત્નીને લઈને ત્યાં રહેવા આવ્યો. પત્નીએ બંગલો જોયો. બંગલા તરીકે તે આલીશાન હતો. ઘણી સારી સગવડવાળો તે હતો. પરંતુ બંગલામાંથી નદીનું કે એમાં આવેલા ટાપુઓનું દશ્ય દેખાતું નહોતું. એ માટે કાં તો છાપરા પર ચડવું જોઇએ અને કાં તો બંગલાની બહાર આવી નદીના કિનારે પહોંચવું જોઈએ. પત્નીનું મોઢું પડી ગયું. તેણે ચિડાઈને કહ્યું, ‘મેં તમને ટાપુ ઉપર બંગલો બંધાવવા કહ્યું હતું, પરંતુ તમે તો કિનારા ઉપર રજવાડી જેલ ઊભી કરી દીધી. હું આ બંગલામાં રહેવાની નથી.' પતિએ કહ્યું, ‘આવો સરસ બંગલો બાંધવા માટે એક પણ ટાપુ અનુકૂળ નથી એમ મને અને નિષ્ણાતોને લાગ્યું. એટલે નદીના કિનારા ઉપર આ જગ્યા પસંદ કરી. હવે તને ન ગમે તે કેમ ચાલે ! આપણે અહીં રહેવા સિવાય છૂટકો નથી.’ -- ‘તમારે રહેવું હોય તો રહેજો. હું અહીં રહેવાની નથી. મારે તો નદીમાં પાણીની વચ્ચે આવેલા ટાપુમાં ચોવીસ કલાક રહેવાની નૈસર્ગિક જિંદગી માણવી છે.’ આમ પતિપત્ની વચ્ચે તકરાર ઉગ્ર બની ગઈ. પત્ની બંગલો છોડીને ચાલી ગઈ. થોડે દૂરના પેલા ટાપુ ઉપર નાની મહૂલી જેવું બનાવડાવીને તે ત્યાં એકલી રહેવા લાગી. પતિપત્ની આમ ટાપુને કારણે કાયમને માટે છૂટાં પડ્યાં. કોઈ કોઈ વ્યક્તિને ટાપુના જીવનનું કેટલું બધું ઘેલું હોય છે તે આ ઘટની પરથી સમજી શકાય છે. થાઉઝન્ડ આઇલૅન્ડ્સની સફરમાં અમે વર્તમાનમાં પ્રકૃતિની રમણીયતાનું સૌંદર્ય માણતાં માણતાં ભૂતકાળના ઇતિહાસમાં ખોવાઈ જતા હતા. સાંજે ટેકરીઓ પાછળના સૂર્યાસ્તનું સોહામણું દશ્ય નિહાળી અમે સફર પૂરી કરી પાછા ફર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy