SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ હીપના પ્રદેશમાં એ બધા ઓરડાઓની સજાવટ વિવિધ પ્રકારની પ્રાચીન શિલ્પાકૃતિઓ, ચિત્રો અને ચીજવસ્તુઓ સાથે કરી છે. બોટમાંથી ઊતરીને અમે એ બંગલાની મુલાકાત લઈ આવ્યા. માણસના શોખ કેવા કેવા હોય છે તેનો સરસ ખ્યાલ અહીં આવ્યો. સ્ટીમર આગળ ચાલી. ગાઈડે કહ્યું, ‘હવે થોડી વારમાં ડાબી બાજુ એક નાનકડો ટાપુ અને એના પર બાંધેલું એક ઘર આવશે. જરા ધ્યાનથી જોજો.” એ ટાપુ પાસે આવ્યો એટલે સૌએ ધ્યાનથી જોયું. ગાઈડે પૂછ્યું, “શું લાગે છે તમને આ ઘર જોઈને ?' ‘ટાપુ ઉપર ઘર છે, પણ ઘરની બહાર ચાલવા માટે જરા જેટલી પણ જગ્યા નથી.' એકે કહ્યું. આ ટાપુ ઉપર ઘર એ તો જાણે ટાપુને માથે પહોળી ટોપી પહેરાવી હોય એવું લાગે છે.' બીજાએ કહ્યું. ‘પણ આ ઘર એણે બાંધ્યું હશે કઈ રીતે ? નદીના પાણીમાં હોડીમાં ઊભા ઊભા એણે ઘર બાંધ્યું હશે ? એમ કરવા જાય તો પણ આવું ઘર બાંધવાનું ફાવે નહિ. ત્રીજું કોઈક બોલ્યું. ગાઈડે કહ્યું, 'ના, એમ પણ નથી. આ ઘરની કથા કંઈક જુદી છે. એક સાધારણ સ્થિતિના માણસને અહીં ટાપુ ઉપર ઘર બાંધીને રહેવાનું મન થયું. એણે એક રૂમ અને રસોડું થાય એટલા નાના ઘર માટે એટલી જ જમીનવાળો આ ટાપુ સાવ સસ્તામાં ખરીદી લીધો. પછી જાતે ઘર બાંધવાનું ચાલુ કર્યું, પણ કોઈ રીતે ઘર ઊભું કરવાનું ફાવતું નહિ. છેવટે એણે એક રસ્તો કાઢ્યો. એણે ટાપુનું માપ ચારે બાજુથી બરાબર લઈ લીધું. પછી શિયાળો આવ્યો એટલે નદીનાં પાણી થીજી ગયાં અને ટાપુ ઉપર બેત્રણ ફૂટ જેટલો બરફ જામી ગયો. ત્યારે એણે અહીં લાકડાં આણી તે માપ પ્રમાણે વહેરી જાતે ઘર ઊભું કરી દીધું અને તે બરાબર ટાપુની ઉપર માપમાપે ગોઠવી લીધું. પછી જ્યારે ઉનાળો આવ્યો ત્યારે બરફ ઓગળતો ગયો અને ઘર ધીમે ધીમે નીચે ઊતરતું ગયું અને બધો બરફ ઓગળી ગયો ત્યારે એનું ઘર ટાપુના મસ્તક ઉપર ટોપીની જેમ બરાબર ફિટ આવી ગયું. પછી એ ત્યાં કાયમ એકલો રહેવા લાગ્યો. જાતે રસોઈ કરી લે અને એક નાની હોડી બનાવેલી તેમાં બેસીને નદીમાં સહેલગાહ કરે. શિયાળામાં બરફ જામી જાય ત્યારે તે એકલો ઘરમાં બેઠો બેઠો વાંચ્યા કરે. એમ એણે આ ટાપુ ઉપર પોતાની જિંદગી પૂરી કરી.” આ ટાપુઓમાંના એક ટાપુનું નામ 'ડેવિલ્સ આઈલેન્ડ' છે. એની ગીચ ઝાડીમાં કોઈ માણસ સંતાઈ જાય તો એને શોધવાનું મુશ્કેલ બની જાય. ઓગણીસમા સૈકાની શરૂઆતમાં બિલ જહોનસન નામનો એક સેનાપતિ આ ટાપુમાં સંતાઈ ગયો હતો. વાત એમ બની હતી કે કેનેડાને બ્રિટિશ હકૂમતમાંથી મુક્ત કરાવવા માટે અમુક દેશભક્ત કેનેડિયનોએ કેટલાક અમેરિકનોના સહકારથી ઈ.સ. ૧૮૩૮માં દેશભક્તોના યુદ્ધPatriot's Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy