SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન બહાર આવીને મારાં પત્નીને આ હેન્ડ ડ્રાયરની વાત કરી. આ ઉપાય ઘણો સારો લાગ્યો. હવે એમ થયું કે હજુ ઠીક ઠીક સમય છે. તો બેત્રણ વખત સાબુથી ધોઈને હેન્ડ ડ્રાયરમાં કપડું સૂકવી નાખીએ તો રંગ ઘણો બધો નીકળી જાય. વળી હવે તો બનિયાન પણ ધોઈ શકાશે. મેં શર્ટ અને બનિયાન બંને ત્રણેક વાર એ રીતે સાબુથી ઘસીને ધોયાં અને હેન્ડ ડ્રાયર નીચે રાખીને સૂકવ્યાં. ખરેખર એક જુદો જ અનુભવ હતો. પણ તે કારગત નીવડ્યો. હવે શર્ટ ઉપર માત્ર પેનની અણી જ્યાં અડી રહી હતી એટલા ભાગમાં જ એકાદ રૂપિયા જેટલું નાનું ઝાંખું ચકરડું રહ્યું હતું. મેં ઘડિયાળ સામે જોયું. મને લાલચ લાગી કે જો હજુ સમય છે તો એટલું ચકરડું પણ શા માટે રહેવા દેવું ? બીજી બે વાર એટલા ભાગમાં ઘસી ઘસીને ગરમ પાણીથી શર્ટ ધોતાં મારા આશ્ચર્ય વચ્ચે આ નાનું કાળું ચકરડું પણ નીકળી ગયું. શર્ટ ટેરેલિનનું હતું. એટલે ધોવા છતાં પણ ખાસ કોઈ કરચલી રહી ન હતી. આમ નવરાશના એક કલાકમાં મેં સારી રીતે એ ધોબીકામ કરી લીધું. હવે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ શર્ટ ઉપર કલાક પહેલાં ઘણું મોટું કાળું ધાબું હતું. આ કામ સમયસર સારી રીતે પાર પડ્યું એટલે અમારાં બંનેનાં ચિત્તમાં રવસ્થતા અને પ્રસન્નતા પણ વ્યાપી રહ્યાં. શર્ટના વિચારમાં સતત પરોવાયેલું રહેલું મારું ચિત્ત હવે તેમાંથી નિવૃત્ત થયું અને નિબંધના વિષયમાં પરોવાયું. શ્રોતાઓ કેવા કેવા પ્રશ્નો પૂછશે અને તેના કેવા ઉત્તરો આપવા જોઈ એના વિચારમાં હું લીન બની ગયો. પરિષદનો સમય થવા આવ્યો. થોડી વારમાં શ્રોતાઓ આવવા લાગ્યા. પરિષદના કાર્યકર્તાઓ પણ આવવા લાગ્યા. દશેક મિનિટમાં તો આખો હોલ ભરાઈ ગયો. અમે બેઠાં હતાં ત્યાં પરિષદના એક કાર્યકર્તા મારી પાસે આવ્યા. એમણે કહ્યું, માફ કરજો, તમે ડૉ. શાહ છો ?' મેં કહ્યું, “હા.' તેઓ મારા શર્ટ સામે જોવા લાગ્યા. પછી એમણે કહ્યું, “પીટર મેક્વિને તમારા માટે સંદેશો કહેવડાવ્યો છે. એમને આવતાં કદાચ પાંચ-દસ મિનિટ વધુ વાર લાગે તો તમે મંચ ઉપર જતાં પહેલાં એમની રાહ જોશો.” પરિષદનો સમય થઈ ગયો. મંચ ઉપરથી એના સંયોજકે બધા પ્રતિનિધિઓનાં નામ બોલવાં શરૂ કર્યો. અને દરેકને મંચ ઉપર આવવા માટે વિનંતી કરી. મારું નામ પણ બોલાયું. મેં પીટરની થોડી રાહ જોઈ, પણ સભાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ એટલે મંચ ઉપર જઈને મારી જગ્યાએ બેઠો. સૌથી પહેલાં મારે જ મારો નિબંધ વાંચવાનો હતો. જાહેરાત થતાં ઊભા થઈ મેં મારો નિબંધ વાંચવો શરૂ કયો. એટલી વારમાં પીટર હાથમાં એક પેકેટ સાથે હૉલમાં દાખલ થયો. તેઓ આગળની હરોળમાં એક ખુરશીમાં આવી બેસી ગયા. તેઓ સતત મારા શર્ટ સામે જોયા કરતા હતા. હું એ સમજી ગયો. પીટરનું ધ્યાન મારા નિબંધવાંચનમાં નહિ પરંતુ મારા શર્ટમાં હતું. મારો નિબંધ વાંચનનો અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પૂરો થયો. ત્યાર પછી બીજા બે નિબંધો વંચાયા. અને તે વિશે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy