SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ તાકામન્સ અને રિફુરિન પાર્ક થયો છે, પરંતુ એ વખતે તો તે એક નાનું શાંત નગર હતું. શહેરમાં બહુ હોટેલો ન હતી. જે બે-ચાર હોટેલો હતી તે પણ પ્રમાણમાં સાવ નાની હતી અને બીજી ત્રણ-ચાર નાની હોટેલ જાપાની પદ્ધતિની હતી. ઓસાકાથી સ્ટીમરમાં બેસી અમે સાંજે તાકામસુ ઊતરી તાકામસું' નામની હોટેલમાં પહોંચ્યા. હોટેલ નાની હતી, પણ નાના શહેરના પ્રમાણમાં સારી હતી. હોટેલમાં પહોંચીને રિસેપ્શન કાઉન્ટર ઉપર સાકાયોરીએ પોતાનું નામ આપ્યું. રિસેપ્શનિસ્ટ અમને એક રૂમની ચાવી આપી. સાકાયોરીએ એને કહ્યું, “અમે બે જણ છીએ. અમારા માટે અમે બે રૂમ બુક કરાવી છે.' રિસેપ્શનિસ્ટે કહ્યું, માફ કરજો, અમે તમારા માટે એક જ રૂમ બુક કરી છે. બે ભાઈઓ આવશે એવો અમને સંદેશો મળ્યો છે, પણ બંનેને અલગ અલગ રૂમ જોઈએ એવો સંદેશો મળ્યો નથી. એટલે અમે તમારા માટે એક જ રૂમ બુક કરી છે.' સાકાયોરીએ કહ્યું, ‘એમાં કંઈ ગેરસમજ થઈ લાગે છે, પણ હવે અમને બીજી એક રૂમ આપો.' રિસેપ્શનિસ્ટે કહ્યું, “અમે દિલગીર છીએ કે અમારી પાસે બીજી એકે રૂમ ખાલી નથી.' મેં સાકાયોરીને કહ્યું, ‘આપણા બંને માટે જો એક જ રૂમ રાખી હોય તે તે એક રૂમમાં રહેવામાં મને વાંધો નથી. એટલો ખોટો ખર્ચ કરવાની કંઈ જરૂર નથી.' પણ સાકાયોરીએ આગ્રહ રાખ્યો કે બંને જણ માટે જુદી જુદી રૂમ મળતી હોય તો તે રીતે જ રહેવું છે. મેં કહ્યું, 'તમે મને મહેમાન તરીકે બહુ મહત્ત્વ નહિ આપો તો ચાલશે.' પણ સાકાયોરીએ તે વાત કબૂલ ન રાખી. એમણે રિસેપ્શનિસ્ટને કહ્યું, 'તાકામસું શહેરમાં બીજી કોઈ હોટેલમાં તપાસ કરીને અમને બે સ્વતંત્ર રૂમની વ્યવસ્થા કરાવી આપો. અહીં તમારા રૂમનો જે ચાર્જ થતો હશે એ તો અમે આપી દઈશું.' રિસેપ્શનિસ્ટ ફોન પર ફોન જોડ્યા, પણ દરેક ઠેકાણેથી એક જ જવાબ આવ્યો કે એક પણ રૂમ ખાલી નથી. એક જ રૂમમાં રહેવાનું નછૂટકે થયું, પણ એ સાકાયોરીને ગમ્યું નહિ. એમનું મોઢું પડી ગયું. ચાવી લઈ અમે અમારા રૂમમાં પહોંચીને સામાન મૂકયો. અમારી પાસે ફક્ત એક એક નાની બૅગ જ હતી. જાપાનના પ્રવાસમાં બહુ સામાન લેવાની આવશ્યકતા નહિ. જાપાનની હોટેલના રૂમમાં પહેરવા અને સૂવા માટેનો કિમોનો ડ્રેસ, પગમાં પહેરવાનાં સ્લીપર, નહાવા માટે સાબુ અને ટૉવેલ, શેમ્પ અને હેરડ્રાયર, દાંત સાફ કરવા માટે એક દિવસ ચાલે એવું બ્રશ અને નાની ટૂથપેસ્ટ, હજામત માટે એક વખત વાપરીને ફેંકી દેવાનો અસ્ત્રો, બૂટને પાલિશ કરવા માટેની સગવડ, નિશ્ચિત સમયે ઊઠવા માટે એલાર્મ ઘડિયાળ વગેરે ઘણી સુવિધા હોય છે. ઠંડા પ્રદેશને કારણે કપડાં બહુમેલો થતાં નથી. એટલે એકાદ દિવસના પ્રવાસ માટે તો ઘણા લોકો બીજી જેડ કપડાં પણ સાથે લેતાં નથી. Jain Education International For Private & Personal Use Only, www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy