SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કળા - ખરીદીની અને વેચાણની જાપાનમાં કોઈ ચીજનો ભાવ ઓછો કરવાનું કહો તો દુકાનદારને ગમે નહિ. તે મોઢું બગાડે. દુકાનમાંથી આપણને કાઢી મૂકે. પરંતુ, જાપાનમાં કેટલીક ચીજ-વસ્તુઓના ભાવ એટલા વધારે હોય છે કે તે ઘટાડવા માટે કહેવાનું આપણને મન થયા વગર રહે નહિ. જાપાનમાં ઘણા વખતથી રહેતા બીજા એકબે ભારતીય મિત્રો સાથે આ બાબતમાં ચર્ચા થઈ. એક મિત્રે રસ્તો બતાવ્યો. જાપાનમાં વેપારીઓ અંદરઅંદર એકબીજાને ડિસ્કાઉન્ટ આપે છે. તેવી રીતે કોઈ કોઈ વખત ઘરાક જો માગે તો તેને પણ વેપારીઓ ડિસ્કાઉન્ટ આપે છે. વગરમાગે ડિસ્કાઉન્ટ આપવાની કે ભાવ ઘટાડવાની પ્રથા જાપાનમાં નથી. અંગ્રેજી “ડિસ્કાઉન્ટ' શબ્દ ઘણા જાપાની વેપારીઓ જાણતા નથી, એટલે એ માટેનો જાપાની શબ્દ અમે જાણી લીધો. એ શબ્દ તે વારીબીકી', બહુ મોંઘું છે એમ કહેવા માટેની જાપાની શબ્દ છે “થકાઈ.” આ બે શબ્દ જાણ્યા એટલે દુકાનમાં જઈ વસ્તુનો ભાવ પૂછયા પછી અમે “થકાઈ, “થકાઈ કહીએ અને પછી ‘વારીબીકી' શબ્દ કહીએ. ખરીદીમાં આ ઇલાજ ઘણી વાર સફળ નીવડતો અને વેપારીને માઠું નહોતું લાગતું. દુનિયાના ઘણા દેશોમાં હવે નાની દુકાનો ચાલતી નથી. મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર થવા લાગ્યા છે, અને ખરીદી કરનારાઓ હવે ત્યાંથી જ ખરીદી કરતા હોય છે. ત્યાં નક્કી કરેલો વાજબી ભાવ હોય છે. સ્ટોરવાળા વાજબી મર્યાદિત નફો લઈને ઘણો મોટો વેપાર કરતા હોય છે. એટલે સરવાળે તેમની કમાણી ઘણી મોટી હોય છે. એક જ જગ્યાએ ઘણી બધી વસ્તુઓ મળતી હોવાને કારણે લોકોનો સમય બચી જાય છે. એક સાથે સેંકડો નંગ જોવા મળે છે, એટલે પસંદગીને અવકાશ વધારે હોય છે. કેટલાક સ્ટોરમાં લીધેલી વસ્તુ મહિના સુધી બદલી શકાય છે અથવા પાછી આપી શકાય છે. અને કશી પડપૂછ કે કચકચ વિના તેના તરત પૂરા પૈસા પાછા મળે છે. ક્યારેક વાપર્યા પછી પણ જો કોઈ ચીજ બરાબર સંતોષકારક ન લાગે તોપણ પાછી આપી શકાય છે. આ બધી સગવડ નાના દુકાનદારો આપી શકતા નથી. તેમને ત્યાં માલમાં પણ મોટા સ્ટોરમાં હોય છે તેટલું વૈવિધ્ય હોતું નથી. પરિણામે નાની દુકાનો ઘટતી જાય છે. જ્યાં ભારતીય લોકો પહોંચ્યાં છે ત્યાં, અલબત્ત, નાની દુકાનો હજુ પણ નભી છે કે વધે છે, કારણ કે ઓછામાં ઓછા નફે વેપાર કરવાની આવડત તેમનામાં હોય છે. મોટા સ્ટોરને પણ ક્યારેક મંદીના સમયે, તો ક્યારેક જૂનો માલ કાઢી નાખવા માટે “સેલ' રાખવાં પડે છે. કેટલાંક “સેલ” સાચાં હોય છે. કેટલાંક ખોટાં. પ્રથમ વસ્તુના ભાવ વધારી પછી તેમાં વળતર આપ્યાનો દેખાવ કરવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy