SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આપા ?” મે કહ્યું, “હરીન્દ્રભાઈ દવે ‘સમર્પણ'ના તંત્રી હતા ત્યારે મેં એમને આપેલું વચન હજુ પળાયું નથી. પણ હવે હું જરૂર કંઈક લખી આપીશ." ત્યાર પછી, વાચકોને કશુંક નવું જાણવા મળે, વાતો જેવો રસ પડે અને મારો પોતાનો જ લાક્ષણિક અનુભવ હોય એવા વિદેશપ્રવાસના થોડા પ્રસંગો લખીને મેં એમને આપ્યા. અલબત્ત, ત્યારે કલ્પના નહોતી કે ક્રમે ક્રમે એક પછી એક એમ આટલા બધા પ્રસંગો લખાશે. એ લખાયા તેમાં શ્રી ઘનશ્યામ દેસાઈની પ્રોત્સાહક ઉઘરાણીનો ફાળો ઘણો મોટો છે. એમણે “સમર્પણના અને પછી “નવનીત-સમર્પણ'ના પ્રત્યેક અંકમાં છાપવાનું જો ચાલુ રાખ્યું ન હોત આટલા બધા પ્રસંગો કદાચ ન લખાયા હોત. શ્રી ઘનશ્યામભાઈની માગણી તો હજુ પણ ચાલુ જ છે, અને ઘણા બીજા અનુભવો વિશે લખવાનું મનમાં છે પણ ખરું, પરંતુ એ તો હવે જ્યારે ફરી એવી અનુકૂળતા મળશે ત્યારે લખાશે. નવનીત-સમર્પણ'માં આ બધા પ્રસંગો છપાતા હતા તે દરમિયાન ભારતના અને વિદેશના અનેક ગુજરાતી વાચકોએ પત્ર લખીને પોતાની આનંદની લાગણી વ્યક્ત કરી છે. જિજ્ઞાસુ રસિક વાચકો તરફથી મળેલા આવો પત્રો પસંત સ્વ. બચુભાઈ રાવત, શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ચન્દ્રવદન મહેતા, સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ભોગીલાલ સાંડેસરા, મનુભાઈ પંચોલી (દર્શક), મોહનલાલ મહેતા (સોપાન), સ્વ. ભૃગુરાય અંજારિયા, સ્વ. મનસુખલાલ ઝવેરી, 'શ્રી સુંદરજી બેટાઈ, ઉમેદભાઈ મણિયાર, ગુલાબદાસ બ્રોકર, હીરાબહેન પાઠક, જયમલ પરમાર વગેરે મારા વડીલ સાહિત્યકારોએ, અન્ય ઘણા લેખકબંધુઓએ, અધ્યાપક મિત્રોએ, સાહિત્યરસિક શુભેચ્છકોએ અને સગાં-સ્નેહીઓએ આ શ્રેણીના પ્રસંગો વાંચીને વખતોવખત પોતાનો સાનંદ પ્રતિભાવ વ્યક્ત કર્યો છે તે માટે તે સૌનો હું આભારી છું. - સ્વ. મુ. શ્રી ભૃગુરાય અંજારિયા ‘પાસપોર્ટની પાંખે'ની શ્રેણી છપાવી શરૂ થઈ ત્યારથી પ્રત્યેક પ્રસંગ ચીવટપૂર્વક વાંચી જતા હતા અને તેમાં ભાષાશૈલીની દષ્ટિએ કંઈ સુધારવા જેવું હોય તો સૂચવતા. વળી ઈગ્લિશ ભાષાનાં કેટલાંક વિશેષ નામોની અધિકૃત જોડણી કેવી કરવી તે વિશે ઉપયોગી સુચનો કરતા હતા. એમની સૂચનાનુસાર એવાં વિશેષ નામોની જોડણી આ ગ્રંથમાં રાખવામાં આવી છે. અલબત્ત, કેટલાયે ઇંગ્લિશ શબ્દોના ઉચ્ચાર એકાધિક રીતે જુદાજુદા દેશોમાં થાય છે. એટલા માટે આ પુસ્તકમાં કોઈ કોઈ સ્થળે અન્ય ઉચ્ચારણો પણ આપવામાં આવ્યાં છે. સ્વ. ભૃગુરાય અંજારિયાએ પુષ્કળ સમય આપી, બધું લખાણ ચીવટપૂર્વક તપાસી જઈ ને ઉપયોગી સૂચનો કર્યા તે માટે તેમનો અત્યંત ણી છું. આ શ્રેણી ગ્રંથરૂપે જોવાને માટે તેઓ બહુ ઉત્સુક હતા. તેઓ જો હયાત હોત તો તેમને કેટલો બધો આનંદ થાત તે હું કલ્પી શકું છું. આ પ્રવાસગ્રંથ માટે આશીર્વચનરૂપ પ્રસ્તાવના લખી આપવા માટે પૂ. શ્રી VIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy