SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પાનસુનજોમ શિયાળામાં ડિસેમ્બર મહિનામાં મારા ભાઈ ભરતભાઈ સાથે હું દક્ષિણ કોરિયાના પાટનગર સોલ (SEOUL - કોરિયાના લોકો એનો “સિકલ’ નહિ પણ “સોલ' ઉચ્ચાર કરે છે) ગયો હતો. સોલનાં તમામ મકાનો હિમાચ્છાદિત થઈ ગયાં હતાં. સોલથી દક્ષિણ કોરિયાની ઉત્તર સરહદે પાનમુનજોમ નામના સ્થળે જવાનો અમારો કાર્યક્રમ હતો. પાનમુનોમનું નામ પડતાં જ કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો અને સાથે વર્તમાનપત્રમાં નોકરી કરતો હતો તે સમયનાં મારાં સ્મરણો તાજાં થયાં, કારણ કે તે સમયે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે જે લડાઈ ચાલતી હતી તેના રોજેરોજના સમાચારો અને છાપામાં છાપતા. છેવટે યુદ્ધવિરામની શરતો પાનમુનોમ નામના નાનકડા ગામમાં થઈ હતી એ હું જાણતો હતો. એટલે ત્યાં જવાની વાત થતાં જ હું ઉત્સાહમાં આવી ગયો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે પાનમુનજોમમાં કોરિયનોને જવા દેતા નથી. માત્ર વિદેશીઓને જ જવા દેવામાં આવે છે. દરેકે પોતાનો પાસપોર્ટ ત્યાં સાથે રાખવો જરૂરી છે. પાનમુનજોમ જવા માટે નામ નોંધાવ્યું હોય તોપણ ત્યાં અધિકારીઓની જો કોઈ મિટિંગ ગોઠવાઈ હોય અથવા કોઈ બનાવ બન્યો હોય તો પ્રવાસીઓ માટેનો કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવે છે. જુદા જુદા દેશના અને લગભગ ત્રીસેક પ્રવાસીઓ પાનમુનજોમ જોવા માટે બસમાં રવાના થયા. બસમાં બેસતાં પહેલાં અમારી ટૂરના ગાઈડે બધાંના પાસપૉર્ટ પોતાની પાસે રાખી લીધા. વળી સૂચના આપતાં એણે કહ્યું, “બીજી કોઈ પણ ટૂર કરતાં તમારી આ ટૂર તદ્દન અનોખી છે. આ એક ગંભીર ટૂર છે. તમને વખતોવખત સૂચનાઓ અપાતી રહેશે અને તમારે એનો કડક અમલ કરવાનો રહેશે. તેમાં જરા પણ ગફલત થશે તો તત્ક્ષણ કાર્યક્રમ રદ થશે અને તમને બધાંને તરત પાછાં મોકલી દેવામાં આવશે. એકની ભૂલને માટે બધાંને સહન કરવું પડે તે માટે સાવધ રહેશો. સૂચનાઓ આ પ્રમાણે છે : પાનમુનોમના વિસ્તારોમાં (૧) તમને હસવાની મનાઈ છે, (૨) સિગારેટ પીવાની મનાઈ છે, (૩) કેટલી જગ્યાએ ફોટો પાડવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy