SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઘેટાંમુંડન ૩૯ ઘેટાંમુંડનના મકાનના આ ખંડમાં વાળ, પેશાબ, લીંડી અને દવાઓને કારણે દુર્ગંધ એટલી મારતી હતી કે અમારાંમાંથી કેટલાંકે તો મોઢે આડો રૂમાલ રાખ્યો હતો. કેટલાંક તો થોડી વારમાં જ બહાર નીકળીને ઊભા રહ્યા હતા. પાંચ-સાત મિનિટ ઊભા રહેવું તે પહેલી વાર જનારને માટે અસહ્ય હતું. રોજની ટેવને લીધે ઘેટાં ફંડનારને તે એટલું અસહ્ય લાગતું ન હતું. વ્યવસાયને કારણે માણસ ભાતભાતની દુર્ગંધોથી ટેવાઈ જાય છે, કારણ કે નાક કરતાં પેટ મોટું છે. અમે બહાર નીકળતાં હતાં ત્યારે અમારા ગાઇડે કહ્યું, “મહેરબાની કરીને તમારાં બૂટચંપલ બરાબર સાફ કરીને નીકળજો, નહિ તો આખા રસ્તે દુર્ગંધ તમને સતાવશે.'' કારખાનામાં દાદર ઊતરતાં નીચે પગલુછણિયું તારના મિશ્રણવાળું હતું, કારણ કે ઘેટાંના ગંદા ચીકણા વાળ પગરખામાં સખત ચોંટી જાય છે. ત્યાં પગરખાં સાફ કરવા માટે સૂચના પણ લખેલી હતી. અમે બધાં બસમાં બેઠાં. બાબરી ઉતરાવ્યા પછી ક્ષીણકાય બનેલા અને બેં બેં કરતાં પેલાં ગરીબડાં ઘેટાંનું દૃશ્ય અમારી નજર સામેથી ખસતું ન હતું. જેમ જેમ બસ ચાલી તેમ તેમ બહારથી ખુલ્લો તાજો પવન આવવા લાગ્યો. ચારે બાજુ પ્રાકૃતિક સૌંદર્ય નયનરમ્ય હતું. આમ છતાં થોડી વારમાં અમારાં ચિત્ત અપ્રસન્ન બનવા લાગ્યાં કારણ કે બસમાં ક્યાંકથી બદબો પ્રસરવા લાગી. ડ્રાઇવરને એની તરત ખબર પડી ગઈ. એણે બસ ઊભી રાખી અને કહ્યું, “મેં સૂચના આપી હતી છતાં તમારામાંના કોઈકે પોતાનાં પગરખાં બરાબર સાફ કર્યાં લાગતાં નથી. હવે બધાંને ઉતારીને મારે તે તપાસવાં પડશે.’' અમે બધાં બસમાંથી નીચે ઊતરી ગયાં. દરવાજા પાસે ઊભા રહીને ડ્રાઇવરે દરેકને વારાફરતી પગ ઊંચો કરાવ્યો અને પગરખાંનાં તળિયાં તપાસ્યાં. અમારામાંની જે ત્રણ મહિલાઓ દુર્ગંધને કારણે કારખાનામાંથી તરત નીકળી ગઈ હતી તેઓ પોતાનાં પગરખાં સાફ કર્યા વગર બસમાં બેસી ગઈ હતી. એમનાં પરગખાંને ઘેટાંના ગંધાતા વાળ ચોંટી ગયા હતા. ડ્રાઇવરે આપેલા તીક્ષ્ણ સોયા વડે તેઓએ પગરખાં સાફ કર્યાં. ડ્રાઇવરે બસમાં સાફસૂફી કરી. સુગંધી દવા છાંટી. અમે બધાં બસમાં બેઠાં. અમારી બસ ફરી પાછી ચાલવા લાગી. ડ્રાઇવરે કહ્યું, “ઘેટાંના વાળની દુર્ગંધનો ત્રાસ બહુ મોટો નથી. પરંતુ એ વાળને કારણે અચાનક તમે ક્યાંક લપસી પડો એ જોખમ મોટું છે. બેદ૨કારીને કારણે એવા કિસ્સા કોઈક વખત બને છે. માટે અમારે આ સાવચેતી રાખવી પડે છે.’ a · ઘેટાંમુંડનના કાર્યક્રમનો એક નવો અનુભવ લઈ અમે ચાલ્યાં. કાચો રસ્તો છોડી અમારી બસ હવે ધોરી રસ્તા પર ધસતી જતી હતી, પરંતુ પેલું વિચિત્ર લાગતું બોડકું બનેલું મેંઢકું અમારી નજરમાંથી જલદી ખસતું નહોતું. Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy