SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પાસપોર્ટની પાંખે વારમાં ક્યાંથી ફોટાની નકલ મળે. ફોટાની નકલ લઈ હું પાછો ફર્યો. એ સજ્જન મારી રાહ જોતા દરવાજામાં ઊભા હતા. મારી પાસેથી ફોટાની નકલ લીધી, જાતે વીસાની અરજીમાં ચોંટાડી અને મારા પાસપોર્ટમાં વીસાનો સિક્કો મારી આપ્યો. તેઓ કોઈ કારકુન ન હતા, ઉચ્ચ અધિકારી હતા, તે એમની સહી પરથી મેં જાણ્યું. મેં એમનો ખૂબ ખૂબ આભાર માન્યો. અમે બન્ને સાથે બહાર નીકળ્યા. ઑફિસને તાળું મારી તેઓ પોતાની મોટરમાં વિદાય થયા. આ અનુભવ આખો દિવસ મારા મનમાં ગુંજતો રહ્યો. રજાનો દિવસ હતો છતાં પોતાના અંગત કામ માટે કચેરીએ આવેલા ઉચ્ચ અધિકારીએ કચેરીઓની જડ શિસ્તનો આગ્રહ ન રાખતાં પ્રેમથી હસતે મુખે એક વિદેશીનું જાતે ફૉર્મ ભરી, ફોટા ચોટાડીને કામ કરી આપ્યું. આવી નાનકડી ઘટના ક્યારેક પોતાના દેશની બીજાના ચિત્ત ઉપર કેવી સરસ છાપ મૂકી જાય છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy