SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપૉર્ટની પાંખે મેનેજરે કારખાના વિશે અમને બધી માહિતી આપી. કારખાનામાં જુદી જુદી જાતનાં માપ લેવા માટેનાં ઓજારો બનાવવામાં આવે છે. દર મહિને નિર્ધારિત ઉત્પાદન અવશ્ય થાય જ છે કેમ કે મજૂરોના પક્ષે કે વ્યવસ્થા વિભાગના પક્ષે સમયનો જરા પણ બગાડ થતો નથી. મેનેજરે કહેલી આ વાતનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો. સૌપ્રથમ જે એક વિભાગની અમે મુલાકાત લીધી ત્યાં જોયું કે એકસાથે બસો કરતાં પણ વધુ કારીગરો કામ કરતા હતા, છતાં કોઈ અંદર અંદર વાતચીત કરતું નહોતું. કોઈએ અમારી સામે નજર સુધ્ધાં કરી નહિ. પોતાને સોંપાયેલું કામ કામદારો ત્યાં પૂરેપૂરી નિષ્ઠાથી કરતા હતા. ત્યાર પછી અમે બીજા એક વિભાગમાં દાખલ થયા. સૂક્ષ્મતમ માપ માટેનાં યંત્રોનો આ આખો વિભાગ ઍરકન્ડિશન્ડ હતો. એટલે અમારે અમારાં બૂટ-ચંપલ બહાર કાઢવાં પડ્યાં. બદલામાં અમને રબરનાં સ્લિપર આપવામાં આવ્યાં. કારખાનામાં બહારની ધૂળ કે ઝીણી રજકણ પેસી ન જાય તે માટે આ વ્યવસ્થા હતી. એ વિભાગમાંથી અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે અમારું તરત ધ્યાન પડ્યું કે ગમેતેમ કાઢેલાં અમારાં બૂટ-ચંપલ કોઈકે બરાબર એવી વ્યવસ્થિત રીતે હારબંધ ગોઠવેલાં હતાં કે બહાર નીકળતાં તે સીધાં આપણા પગમાં પહેરાય. પહેરવા માટે અવળા ફરવું ન પડે. જાપાનમાં ઘરની બહાર પગરખાં કાઢવાની આ એક જુદી જ પ્રણાલિકા છે. જાપાનમાં લોકો ઘરમાં દાખલ થતી વખતે અવળા ફરીને પગરખાં કાઢે છે, જેથી બહાર જતી વખતે અવળા ફરવું ન પડે. આંગણાંમાં ગમેતેમ પડેલાં પગરખાં માટે જાપાનીઓને અણગમો હોય છે. વ્યવસ્થિત ગોઠવેલાં પગરખાં એ જાપાનીઓના કુટુંબસંસ્કારનું એક આગવું લક્ષણ છે. અમે કારખાનાના બીજા એક વિભાગની મુલાકાત લીધી. ત્યાંથી પાછાં ફરતાં પણ જોયું કે અમારાં પગરખાં કોઈકે વ્યવસ્થિત ગોઠવી દીધાં હતાં. ત્યાંથી અમે ત્રીજા એક વિભાગમાં દાખલ થયા. અહીં અમે જાતે અમારાં પગરખાં જાપાની પદ્ધતિ પ્રમાણે વ્યવસ્થિત ગોઠવીને દાખલ થયા. પરંતુ આ વિભાગમાં જે દરવાજેથી અમે દાખલ થયા તેને બદલે બીજા દરવાજેથી અમારે બહાર નીકળવાનું થયું. અમે મેનેજરને કહ્યું, “પણ અમારાં બૂટ-ચંપલ તો પેલી બાજુ છે.' તેણે કહ્યું, “તેની તમે ફિકર કરશો નહિ.” અમે બીજે દરવાજેથી બહાર નીકળ્યા તો અમારાં બૂટ-ચંપલ ત્યાં વ્યવસ્થિત ગોઠવાયેલાં હતાં. કોઈક અમારાં બૂટ-ચંપલ એક દરવાજેથી ઉઠાવીને આ બીજા દરવાજે લઈ આવ્યું હતું. કોણ આ બધું કરે છે તેનું અમને I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy