SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પાસપોર્ટની પાંખે ત્રણ નહિ પણ ચાર થવા આવ્યા. બરાબર જુઓ ઘડિયાળમાં.” મેં કહ્યું. ઘડિયાળમાં જોઈને મારાં પત્નીએ કહ્યું, “ચાર નહિ, હજુ ત્રણ જ વાગવા આવ્યા છે.” સુધાબહેનના હાથે ઘડિયાળ ન હતી. હું મજાક કરતો નથી એવું જોઈ તેઓ મૂંઝવણમાં પડ્યાં. ત્યાં મારી પત્નીએ કહ્યું, “અરે ! હા, સાચી વાત. ચાર વાગવા આવ્યા. મારી ઘડિયાળમાં તો હજુ શિકાગોનો જ ટાઇમ છે. ન્યૂયૉર્ક ઊતરતાં મેં ટાઈમ બદલ્યો નથી, છે ?” હવે તરત જ, બે-પાંચ મિનિટના આપણે નીકળવું જોઈએ. નહિ તો ફલાઈટ ચૂકી જઈશું.” અમેરિકામાં સાનફ્રાન્સિસકો, શિકાગો અને ન્યૂયોર્ક એ ત્રણેના ટાઈમ જુદા જુદા હોય છે. વળી ઉનાળામાં અને શિયાળામાં એ ત્રણેના ટાઇમ પાછા બદલાય છે. અમેરિકન લોકોને ઘડિયાળમાં સમય ફેરવવાનો મહાવરો હોય છે. વિદેશની સફરમાં દેશ પ્રમાણે સમય બદલાતો રહે છે. વિમાનમાં સ્થાનિક સમયની જાહેરાત અચૂક થતી હોય છે. તે વખતે જ પોતાની ઘડિયાળમાં સમય બદલી લેવાની ટેવથી મુશ્કેલી ઊભી થતી નથી. મેં સમય બદલી લીધો હતો, પરંતુ મારાં પત્નીએ બદલ્યો નહોતો તેથી આ ગરબડ થઈ. અમે તરત નીકળીએ તોપણ લગભગ છ વાગે એરપોર્ટ પહોંચીએ. મુંબઈ માટેની ફલાઈટો ભરાયેલી જાય છે એટલે વિમાન ઊપડવાના અડધા કલાક અગાઉ પ્રવાસી ન આવે તો વિમાન કંપની તે બેઠક બીજાને આપી દઈ શકે છે. અમારી બેઠક બીજા કોઈને ન અપાઈ જાય તેની ચિંતા સાથે અમે નીકળ્યાં. મકાન નીચેથી અમે રેલવે-સ્ટેશન સુધીની ટેક્સી કરી. જવાદીશભાઈનું ઘર “રીજન્સી ટાવર્સ એટલે શ્રીમંતોનું નિવાસસ્થાન. ટેક્સીમાં બેસતી વખતે પણ ચોકીદારો અને પટાવાળાઓ સલામ ભરે, ત્યાંના રહેવાસીઓ સામાન્ય રીતે પોતાની ગાડીમાં ઍરપૉર્ટ જતા હોય. એને બદલે અમે ટ્રેનમાં ઍરપૉર્ટ જવા ઇચ્છીએ છીએ એની ટેક્સીવાળાને નવાઈ લાગી. એણે કહ્યું, “કેનેડી ઍરપૉર્ટ સુધી ટૅક્સી લઈ લઉં, સાહેબ ?” ના, ભાઈ ! એ તો બહુ દૂર કહેવાય, અને કેનેડી એરપોર્ટ માટેની એક્સપ્રેસ ટ્રેનના સ્ટેશને ઉતારી દે.” “પણ સાહેબ, આજ બપોરથી બધી ટ્રેનો બંધ થઈ ગઈ છે. કંઈક ગરબડ લાગે છે; બોલો શું કરવું છે ?” ટેક્સી-ડ્રાઇવરની વાત સાંભળી અમારી ચિંતા વધી. ફલાઇટ ચૂકી જઈએ તો આંતરરાષ્ટ્રીય વિમાન-ટિકિટ રદ થતી નથી. કંપની બીજી કોઈ Jain Education International • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy