SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ બસને મોડી ઉપાડવાનું કોઈ કારણ નહોતું. હવે જે પ્રતિનિધિઓ રહ્યા હશે તેમને માટે એક બસ બીજો એક ફેરો કરશે. તમે બેસો. થોડી વારમાં જ બસ આવશે.” વિદાય મહેફિલ માટે આટલી બધી પડાપડી થશે એવી કલ્પના નહોતી. એટલામાં બીજા ચાર-પાંચ પ્રતિનિધિઓ લોન્જમાં આવી પહોંચ્યા. ત્રણે બસ ઊપડી ગઈ છે એ જાણી સૌને આશ્ચર્ય થયું. હવે એક બસ પાછી ફરશે તોપણ તે લગભગ પોણાઆઠ વાગે ઊપડશે એમ લાગ્યું. અમે બધા આમતેમ આંટા મારવા લાગ્યા. એવામાં એક બ્રિટિશ પ્રતિનિધિ આવ્યા. તેઓ રઘવાટમાં હતા. તેમણે ચિંતિત ચહેરે કહ્યું, “બસ આટલી બધી વહેલી ઊપડી ગઈ ? હવે મારે તો ટૅક્સી કરવી જ પડશે કારણ કે મને તો ત્યાં કેટલું કામ સોંપાયું છે. એ માટે મારે સમયસર પહોંચવું જરૂરી છે.' એમણે મને કહ્યું, “ડૉ. શાહ, હું ટૅક્સી કરીને જાઉં છું. તમે ચાલો મારી સાથે.' પછી બીજા પ્રતિનિધિઓને ઉદ્દેશીને કહ્યું, “તમારામાંથી બીજા બે પણ આવી શકે છે.' મેક્સિકોની બે મહિલા પ્રતિનિધિઓ તરત આવવા તૈયાર થઈ. બહાર નીકળી અમે ચારે ટૅક્સીમાં બેઠાં. સરસ વાતો ચાલી. આયોજકોની આવી વ્યવસ્થા માટે ટીકા થઈ. ટૅક્સીમાં બેસવા મળ્યું એટલે આનંદિત થઈ મેક્સિકન મહિલાઓ બ્રિટિશ પ્રતિનિધિની પ્રત્યેક વાતે “હા જી', “હા જી' કહી સાદ પુરાવતી રહી. અમે આર્થાઈલ ટાવર્સ પહોંચ્યાં. ટૅક્સીમાંથી નીચે ઊતર્યા. ટેક્સીવાળાને પૈસા ચૂકવી બ્રિટિશ પ્રતિનિધિએ ચાલતાં ચાલતાં કહ્યું, “ક્ષમા કરજો. આપણે ટેક્સી જે ભાગમાં (Share) કરી છે તેનો તમારે દરેકે દોઢ દોઢ ડૉલર આપવાનો છે. મને થયું કે આ તો ખરો વાણિયો નીકળ્યો. પરંતુ દોઢ ડૉલર જેટલી રકમ માટે બોલવું એ અનુચિત ગણાય. પેલી બે મેક્સિકન મહિલાઓને પણ ગમ્યું નહિ. પર્સ ખોલીને પોતાના ભાગના પૈસા તેમણે આપી દીધા, પરંતુ પોતાનો અણગમો વ્યક્ત કરવા બ્રિટિશ પ્રતિનિધિની વાતમાં પછી કશો રસ લીધો નહિ અને અળગી થઈને કંઈક બબડતી ચાલવા લાગી. ટૅક્સીમાંથી ઊતરતી વખતે મેં મીટર જોયું હતું તેમાં ચાર ડૉલર અને દસ સેન્ટ આવ્યા હતા. તેની જગ્યાએ બ્રિટિશ પ્રતિનિધિએ અમારા ત્રણ પાસેથી કુલ સાડાચાર ડૉલર લીધા. એટલે કે પોતે ટૅક્સીમાં મફત આવ્યા અને ઉપરથી ચાલીસ સેન્ટનો ફાયદો કર્યો. આ એમણે ઈરાદાપૂર્વક કર્યું હશે કે ભૂલથી થઈ ગયું હશે તે તો કોણ જાણે ? કારણ કે કેટલાક વિદેશીઓ મોઢે હિસાબ કરવામાં કાચા સિડનીની ફૅરવૅલ-પાર્ટી ના ૩૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy