SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ અને પડી ગયા. તેઓ બેભાન થઈ ગયા. હું પણ શ્વાસની તકલીફથી ગભરાઈ ગઈ હતી. અમને બંનેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. અઠવાડિયા પછી હવે અમારી તબિયત સારી થઈ છે. ડૉક્ટરે હવે અમને ફરવાની રજા આપી એ યુગલની વાત સાંભળી અમને થયું કે કુસ્કોમાં અમે પહેલાં આરામ કરી લીધો એ ડહાપણનું કામ કર્યું. ત્રીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ મચુ-પિચ્છ જવાનો હતો. કુસ્કોથી મચ્ચ-પિ છોંતેર માઈલ દૂર છે. તે કુસ્કો જેટલી ઊંચાઈએ નહિ પણ ચારપાંચ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. નેરોગેજ ટ્રેનમાં (આપણે ત્યાં માથેરાન કે સિમલામાં હોય છે તેવી) ત્યાં જવાય છે, પરંતુ આ ટ્રેનના પાટાની રચના વિચિત્ર છે. થોડું અંતર કાપી ટ્રેન પાટા બદલી પાછી આવે છે. એમ ચાર વાર આવ-જા કરે છે અને ઊંચે ચઢતી જાય છે. પછી સળંગ એક જ દિશામાં નીચે ઊતરતી જાય છે. પહાડનું ઘણું લાંબું ચક્કર ન લેવું પડે માટે આવી રચના કરી છે. અમે ટ્રેનમાં બેઠાં. મંદ ગતિએ ડુંગર ઉપરથી વળાંકો લેતી ટ્રેન નીચે સરકતી જતી હતી. કોઈ કોઈ ઠેકાણે પાટાની તદ્દન નજીક નાનકડાં ઘરોમાં ગોરી ચામડીવાળા ગ્રામ આદિવાસીઓ રહેતા હતા. ઘરો પાસે કચરો પુષ્કળ પડેલો હતો. લોકોનાં કપડાં ગંદાં અને ફાટેલાં હતાં. છેલ્લાં ક્યારે તેઓ નાહ્યા હશે એ વિશે આપણા મનમાં શંકા થાય એવા તેમના દેખાવ હતા. કોઈ કોઈ ઠેકાણે રેલવેના પાટાની પાસે માણસો શૌચક્રિયા માટે બેઠેલા પણ દેખાતા. - કુસ્કોનાં પરાં જેવાં નાનાં ગામો છોડી અમારી ટ્રેન જંગલમાં આગળ ચાલી. વાતાવરણ હવે સ્વચ્છ અને ચિત્તને પ્રસન્ન કરે એવું હતું. ચારે બાજુ લીલી ઝાડી અને ઊંચા-નીચા ડુંગરો હતા. તડકો પડતો હતો. નીચેના પ્રદેશમાં જતાં હવા ધીમે ધીમે જાડી થતી હતી. ત્રણ કલાકના પ્રવાસ પછી અમે પુએન્ત રુઈનાઝ નામના છેલ્લા સ્ટેશન ઉપર આવી પહોંચ્યાં. અહીંથી અમારે હવે બસમાં આઠ કિલોમીટર હેર-પિન (Hair-pin) જેવા ચૌદ વળાંકવાળા રસ્તે ઉપર જવાનું હતું. અહીં બસમાં બેસવા માટે પણ દોડાદોડી થતી હતી. રિઝર્વેશન જેવું કશું હતું નહિ. અમારો ગાઈડ અમને દોડાવતો, પરંતુ બધાં દોડી શકતાં ન હતાં. જેમતેમ કરીને જુદી જુદી બસમાં બેસીને અમે બધાં ડુંગર ઉપર પહોંચી ગયાં. ચાર-પાંચ જુદી જુદી ટૂરિસ્ટ કંપનીના પ્રવાસીઓ અહીં એકઠા થયા હતા. અમારા ગાઈડે અમને બધાને એકત્રિત કરી લીધાં. રેસ્ટોરાંમાં લંચ મચ્ચ-પિચ્છ ક ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy