SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદીના આરંભમાં જનરલ ચાર્લ્સ ગોર્ડન ઇજિશિયન સૈન્યમાં સરસેનાધિપતિ હતા. તે વખતે ઇજિપ્ત સુદાન પર આક્રમણ કરી વિજય મેળવ્યો હતો. ત્યાર પછી જનરલ ગોર્ડનની સુદાનના ગવર્નર જનરલ તરીકે નિમણૂક થઈ હતી, સુદાન ઉપર રાજદ્વારી સત્તા જમાવ્યા પછી અંગ્રેજોએ જેમ બીજા પ્રદેશોમાં કર્યું તેમ સુદાનમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો અને અનેક મુસલમાનને વટલાવીને ખ્રિસ્તી બનાવ્યા. આથી જ સુદાનમાં ખ્રિસ્તી-વિરોધ વંટોળ ઊભો થયો. ઓગણીસમી સદના ઉત્તરાર્ધમાં માહદી નામના એક મુસ્લિમ ધર્મનેતાએ ખ્રિસ્તીઓ સામે મોટી જેહાદ ઉપાડી અને તેઓએ જનરલ ગોર્ડનની હત્યા કરી. એમના શબને લોકોને બતાવવા માટે ખાર્ટૂમમાં લટકાવવામાં આવ્યું હતું. ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચેનો સંઘર્ષ સુદાનમાં આજ દિવસ સુધી ચાલ્યા કર્યો છે. માહદીએ સુદાનમાં સત્તા મેળવી ત્યાર પછી ઘણા ખ્રિસ્તીઓને પાછા મુસલમાન બનાવવામાં આવ્યા. એટલે સુદાનના ઉત્તર ભાગમાં હાલ મુસલમાનોની બહુમતી છે અને દક્ષિણ સુદાનમાં ખ્રિસ્તીઓની. ઈ.સ. ૧૮૯૮માં અંગ્રેજોએ ઈજિપ્તની મદદથી ફરી સુદાન ઉપર કબજો મેળવ્યો અને ૧૯૫૬ સુધી રાજ્ય કર્યું. ૧૯૫૬માં સ્વતંત્ર થયેલા સુદાનમાં વારંવાર સત્તાપલટો થયો. દરમિયાન મુસલમાનો તથા ખ્રિસ્તીઓ વચ્ચે આંતરવિગ્રહ થયો અને હજારો માણસો માર્યા ગયા અને હજારો અપંગ થયા. ૧૯૭૦ પછી કંઈક સ્થિર સરકાર કામ કરવા લાગી છે, પરંતુ પ્રજાની આર્થિક અવદશા એવી જ રહી છે. ઉત્તર આફ્રિકામાં કેરો પછી બીજા નંબરનું મોટું શહેર તે ખાટ્મ, પણ ખાટુંમ એટલે જાણે મોટું ગામડું. કેરો જેવી રોનક ત્યાં જોવા ન મળે. ગરીબી અને બેકારીનું પ્રમાણ ત્યાં ઘણું છે. જ્યાં જુઓ ત્યાં માણસો નવરા બેઠેલા હોય. સરકારી કચેરીઓમાં કામકાજ કીડી વેગે ચાલે અને રાહ જોતા બેસી રહેવું પડે. આથી જ કોઈક અમેરિકન પ્રવાસીએ ચિડાઈને કહ્યું હતું કે પાર્ટીમ એટલે “દુનિયાનો મોટામાં મોટો વેઇટિંગ રૂમ'. (જોકે ખાટુંમને શરમાવે એવાં બીજાં શહેરો પણ છે.) સુદાનમાં વિદેશના નાગરિકોના પ્રવેશ ઉપર હાલ બહુ નિયંત્રણ છે. વિઝા જલદી મળે નહિ. મળ્યા પછી પણ તકલીફ ઘણી. અલબત્ત, સ્થાનિક ઓળખાણથી કામ જલદી થાય. ત્યાં દોઢસો વર્ષથી ગુજરાતીઓનો વસવાટ છે અને સરકારી તંત્રમાં “બુનિયા' (ઇન્ડિયન માટે “વાણિયા' ઉપરથી)ને માટે ભારે માન છે. ખાટુંમ જ ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy