SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ समस्य आय समायः - समीभूतस्य सतो मोक्षध्वनि प्रवृत्ति समाय एव सामायिकम् સામાયિકની ઉપર મુજબ વ્યાખ્યા આપતાં શ્રી મલયગિરિએ આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે રાગદ્વેષમાં મધ્યસ્થ રહેવું એનું નામ “સમ”. “સમનો લાભ થાય એવી મોક્ષાભિમુખી પ્રવૃત્તિ એનું નામ “સામાયિક'. (૨) “સમનો અર્થ “શમ' અર્થાત્ ઉપશમ કરવામાં પણ આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર' ઉપરની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે: रागद्वेष निर्मुक्तस्य सत: आयो ज्ञानादीनां लाभ: પ્રશનસુહ સમાવ8 | સમાય વ સામાયિ ! રિાગ અને દ્વેષથી મુક્ત થયેલા આત્માને જ્ઞાન વગેરેનો પ્રશમ સુખરૂપી જે લાભ થાય તે “સમાય અને તે જ સામાયિક]. “વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ જ પ્રમાણે કહ્યું છે. रागदोस विरहिओ समो त्ति अयणं अयोति गमणं ति । समगमण (अयणं) त्ति समाओ, स एव सामाइयं नाम ॥ રિાગ અને દ્વેષથી રહિત એવી આત્માની પરિણતિ તે “સમ' છે. અય એટલે અયન અથવા ગમન. તે ગમન સમય પ્રત્યે થાય તેથી સમાય' કહેવાય. એવો જે સમાય તે જ સામાયિક કહેવાય.] (3) समानि ज्ञान दर्शन चारित्राणि तेषु अयनं गमनं समाय:, स एव सामायिकम् । મોક્ષમાર્ગનાં સાધન તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેને “સમ' કહે છે. તેમાં અયન કરવું એટલે ગમન કરવું કે પ્રવૃત્તિ કરવી તેનું નામ સામાયિક, આની સાથે સરખાવો વિશેષાવશ્યક ભાષ્યની નીચેની ગાથા: अहिवा समाइं सम्मत - नाण चरणाइं तसु तेहिं वा । अयणं अओ समाओ स एव सामाइयं नाम ॥ . વળી કહેવાયું છે: समानां मोक्ष साधनं प्रति सहशसामर्थ्यानां । सम्यग् दर्शन ज्ञान चारित्राणां आय४ लाम8 ॥ મોક્ષ સાધન પ્રત્યે સમ' અર્થાત્ સમાન (એકસરખું) સામર્થ્ય જેનું છે એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેનો “આય' (લાભ) તે સામાયિક] (४) सर्व जीवेषु मैत्री साम, साम्नो आय: लाभ8 सामाय स एव सामायिकम् । ૩૬ ૯ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy