SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ એટલા માટે જ કહેવાયું છે : चतारि परमंगाणि दुल्लहाणीह जंतणो। माणुसत्तं सूई सखा संजमम्मि त वीरिअं॥ (જીવોને માટે ચાર મુખ્ય બાબતો અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યપણું, (૨) શ્રુતિ (ધર્મશ્રવણ), (૩) ધર્મમાં શ્રદ્ધા અને ) સંયમમાં વીર્ય ત્યાગવૈરાગ્ય માટેનો પુરુષાર્થ).] ઉત્તરાધ્યયન”ના “દુમપત્તય' નામના દસમા અધ્યયનમાં ઉત્તરોત્તર એક પછી એક વસ્તુઓ પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે તે દર્શાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે : लभ्रूणं वि माणुसत्तणं आयरियत्तं पुणरावि दुल्लहं । बहवे दसुया मिलक्खुया समयं गोयम, मा पमायए॥ लद्धणं वि आयरियत्तणं अहीणपंचिंदियता हु दुल्लहा । विगलिंदियता हु दीसई समयं गोयम, मा पमायए॥ अहीणपंचे दियत्तंपि सेलहे उत्तम धम्मसुई हु दुल्लहा । कुतित्थिनिसेवए जणे समयं गोयम, मा पमायऐ। लखूणं वि उत्तम सुई सद्दहणा पुणरावि दुल्लहा । मिच्छत्तनिसेवए जणे समयं गोयम, मा पमायए। દુિર્લભ એવો મનુષ્યજન્મ મળ્યા પછી પણ આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ છે. ઘણા લોકો મનુષ્ય હોવા છતાં દસ્યુ અને મ્યુચ્છ હોય છે. માટે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર. આર્ય દેશમાં જન્મ મળ્યા પછી પણ પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા મળવી દુર્લભ છે. ઘણા જીવો વિકલેન્દ્રિય જોવા મળે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. પાંચે ઈન્દ્રિયોની પૂર્ણતા મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ છે. ઘણા લોકો કુતીર્થિઓની સેવા કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી તે ઘણી દુર્લભ વાત છે. ઘણા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.]. ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીજા અધ્યાયમાં પણ આ જ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે : माणुस्सं विग्गहं लद्धं सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जति तवं खंतमहिंसयं ॥ બોધિદુર્લભ ભાવના ૨૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy