SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યા પ્રભાવક, (૭) સિદ્ધ પ્રભાવક (અથવા વ્રતાચરણ પ્રભાવક, (૮) કવિ પ્રભાવક. શાસ્ત્રગ્રન્થોમાં કહ્યું છે: पावयणी धम्मकही, __ वाई निमित्तिओ तवस्सी य । विज्जा सिद्धो य कवि, अद्वैव पभावगा भणिया ॥ પાવયણી એટલે કે પ્રવચન કરનાર, ધર્મકથી એટલે ધર્મકથા કરનાર, વાદ્ય, નિમિત્તક, તપસ્વી, વિદ્યાના જાણકાર, સિદ્ધ અને કવિ એમ આઠ પ્રભાવક કહેવામાં આવ્યા છે.]. અન્ય મતનુસાર આઠ પ્રકારના પ્રભાવકોમાં “અતિશેષદ્ધિ પ્રભાવક' અને “ રાણસંમત પ્રભાવક' એવા બે પ્રકારો પણ ગણાવામાં આવ્યા છે. પ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે: आइसेस इड्ढि धम्मकही, वाई आयरिय खवग नमिती। विज्जा रायगणसम्मया, य तीथ्यं पभावंति॥ અતિરોષદ્ધિ એટલે અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન ધરાવનાર તથા આમર્ષ ઔષધિ આદિ અતિશય સમૃદ્ધિ ધરાવનાર પ્રભાવક. રાજ્યસંમત એટલે રાજાની પ્રીતિવાળા અને ગણસંમત એટલે મહાજનના બહુમાનવાળા પ્રભાવક. વર્તમાન સમયમાં અતિશેષદ્ધિના પ્રકારના પ્રભાવકો જોવા મળતા નથી. આ જુદા જુદા પ્રકારના પ્રભાવકોમાં વર્તમાન સમયમાં તેવા પ્રકારની શક્તિ વિશેષ ન હોવાને કારણે અથવા તેવા પ્રકારનાં પ્રયોજનો કે પ્રસંગો ન હોવાને કારણે નિમિત્ત પ્રભાવક, વિદ્યા પ્રભાવક, સિદ્ધ પ્રભાવક જેવા પ્રકારના પ્રભાવકો હવે જોવા મળતા નથી. આ બધા પ્રભાવકોમાં પ્રવચન પ્રભાવકનું મહત્ત્વ ઘણું મોટું છે, કારણ કે અન્ય કેટલાક પ્રભાવકોથી બાલજીવો આકર્ષાય છે, પરંતુ બાલ જીવો સહિત બુદ્ધિશાળી જીવો તો પ્રવચન પ્રભાવકથી જ વધુ આકર્ષાય. સાચી વ્યક્તિના અંતરમાં વિસ્મય કે ચમત્કારથી નહિ, પરંતુ બુદ્ધિપૂર્વકની તર્કસંગત આંતપ્રતીતિ દ્વારા પ્રવચન પ્રભાવકો ધર્મનાં ઊંડાં મૂળ રોપી શકે છે. જેમ પ્રવચન પ્રભાવકોની સંખ્યા મોટી તેમ ધર્મનો પ્રચાર અને પ્રભાવ વિશેષ થઈ શકે; પરંતુ પ્રવચન પ્રભાવક બનવા માટે દેશવિરતિમય કે સર્વવિરતિમય નિરતિચાર સંયમી જીવન અને દર્શન-વિશુદ્ધિની સાથે સાથે પ્રવચનના મર્મને જાણવાની વિશિષ્ટ શક્તિની અપેક્ષા રહે છે, જે બધામાં પ્રભાવના : ૨૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy