SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાચારનાં આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ અંગો તે જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે : काले विणए बहुमाण उवहाणे तह अनिन्हवणे। वंजण अत्थ तदुभए अट्ठविहो नाणमायारो। કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિનવપણું, વ્યંજન, અર્થ તથા તદુભાય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના જ્ઞાનાચાર છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની વિગત છણાવટ કરવામાં આવી છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય એવાં ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવા, થૂક લગાડવું, એના પર માથું મૂકીને સૂઈ જવું, ફડી નાખવું ઈત્યાદિ પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઈએ. એટલું જ નહિ, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ જ્ઞાનીઓનો દ્વેષ ન કરવો જોઈએ, તેમની ઈર્ષ્યા, નિંદા, ભર્સના ન કરવી જોઈએ. કોઈકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન નાખવો જોઈએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતાં હોય ત્યારે, અમુક જ્ઞાન છૂપાવવાનો, ઓછું અધિકું કહેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી જશે એવો ઈમ્પ્રભાવ ન રાખવો જોઈએ. તેવી જ રીતે શિષ્યના મનમાં પણ એમ ન થવું જોઈએ કે પોતે પોતાના ગુરુ કરતાં આગળ વધી જવું છે. વળી શિષ્ય ગુરુએ કરેલા અર્થ કરતાં જાણી જોઈને અવળો અર્થ ન કરી બતાવવો જોઈએ, નિરર્થક વિવાદ ન કરવો જોઈએ તથા ગુરુના ઉપકારને ન છૂપાવવો જોઈએ. જ્ઞાન અને જ્ઞાનીની ચૌદ પ્રકારની આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે તેવી આશાતના ન થવી જોઈએ. જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થકરોએ આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં જ્ઞાન-જ્ઞાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે: श्रुतस्याशातना त्याज्या तद्विनय8 श्रुतात्मकः । शश्रूषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि ॥ શ્રુતજ્ઞાનની આશાતના ત્યજવી જોઈએ. શ્રુતજ્ઞાનનો વિનય શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે શુશ્રુષા વગેરે પ્રકારની ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. વિનય જ ૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy