SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ તે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશી છે. એટલે કે તેના બે ભાગ થઈ શકતા નથી, તેમાં આદિ, મધ્ય અને અંત એવા વિભાગ થઈ શકતા નથી અને તે એક પ્રદેશરૂપ હોવાથી તેના વધુ પ્રદેશો થઈ શકતા નથી. નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે પુળના વડા (અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના ચાર પ્રકાર છે) સંધા, ટેક્ષ-પતા પરમાણુ ઘેવ નાયા। આમ પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર પ્રકાર છે. એમાં સ્કંધો અનંત છે, તેવી રીતે દેશ, પ્રદેશ અને પરમાણુ પણ અનંત છે. આ રીતે પરમાણુ એ પુદ્ગલનો સૂક્ષ્મતમ અંશ છે. તે નિત્ય, અવિનાશી અને સૂક્ષ્મ છે. એવા સૂક્ષ્મ પરમાણુમાં ૨સ, ગંધ, વર્ણ અને સ્પર્શ એ ચાર ગુણલક્ષણ હોય છે. બે કે તેથી વધુ પરમાણુ એકત્ર થાય, એટલે કે એકબીજા સાથે જોડાઈ જાય તો સ્કંધ થાય છે. બે, ત્રણ એમ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા પરમાણુઓના પિંડને સ્કંધ કહેવામાં આવે છે. ભગવતીસૂત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યું છે કે પુદ્ગલના ત્રણ પ્રકાર છે : (૧) પ્રયોગ પરિણત – એટલે જીવના વ્યાપારથી પરિણત યુગલો જેમ કે શરીરાદિ, (૨) વિસાસા પરિણત એટલે જીવના પ્રયત્ન વિના સ્વભાવથી પરિણત પુદ્ગલો જેમ કે તડકો, છાંયો, (૩) મિશ્ર પરિણત એટલે કે પ્રયોગ અને વિસ્રાસા એ બંને દ્વારા પરિણત પુદ્ગલો-જેમ કે મૃતકલેવરો. પુદ્દગલ દ્રવ્યમાં નિરંતર પરિવર્તન થયા કરે છે. પરમાણુ પુદ્ગલમાં સંઘાત અને ભેદથી અનંત પરિવર્તન સતત ચાલ્યા કરે છે. એક પરમાણુ બીજાં અનંત ૫૨માણુઓ સાથે અથવા સ્કંધ સાથે સંઘાત અને ભેદને પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું પરિવર્તન અનંત છે, કારણ કે પુદ્દગલ પરમાણુઓ અનંત છે. એટલે આ પરિવર્તનના પ્રકાર પણ અનંત છે. આ પરિવર્તનના આધારે પુદ્ગલોનો જે પરાવર્ત થાય છે તેની વિચારણા આપણા શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. ચૌદ રાજલોકમાં અનંતાઅનંત પુદ્ગલ પરમાણુઓ છે. એમાં કોઈ પણ એક જાતિના સમૂહને વર્ગણા કહે છે. એવી અનંત વર્ગણાઓ પુદ્દગલ પરમાણુઓમાં છે. એ બધી વર્ગણાઓને સાત મુખ્ય પ્રકારની વર્ગણામાં વિભક્ત કરવામાં આવી છે, જેમ કે (૧) ઔદારિક વર્ગણા, (૨) વૈક્રિય વર્ગણા, (૩) તેજસ્ વર્ગણા, (૪) કાર્મણ વર્ગણા, (આહા૨ક વર્ગણા અત્યંત અલ્પ પ્રમાણમાં છે. આહા૨ક શરીર જીવને સમગ્ર ભવચક્રમાં વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થઈ શકે છે.) (૫) મનોવર્ગણા, (૬) વચન વર્ગણા અને (૭) શ્વોસોચ્છ્વાસ વર્ગણા. અનાદિ કાળથી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી જીવ પરિભ્રમણ કરતો રહ્યો છે. આ પરિભ્રમણનો આધાર તે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ અને એનો ત્યાગ ૨૦૬ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy