SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [૪]. પ્રશ્નોત્તર ૧. પ્રશ્ન-લોગસ્સ’ સૂત્રની પ્રથમ ગાથામાં ‘નોનસ્સ ૩ોગમ' પદ મૂકવાનું પ્રયોજન શું છે ? ઉત્તર–ઉદ્યોત્ય એવો જે લોક અને ઉદ્યોતકર એવા જે તીર્થકરો એ બેની વચ્ચે ભિન્નતા દર્શાવવા માટે તે પદ મૂકવામાં આવ્યું છે અને એ રીતે વિજ્ઞાનવાદી (બૌદ્ધો)ના મતનો નિરાસ થાય છે.' ૨. પ્રશ્ન–શ્રીતીર્થંકરભગવંતો ‘લોક'ના ઉદ્યોતકર છે તો તે ભાવોદ્યોતથી “લોક'નો ઉદ્યત કરે છે કે દ્રવ્યોદ્યોતથી ‘લોક'નો ઉદ્યોત કરે છે ? ઉત્તર–શ્રીતીર્થંકરભગવંતો પંચાસ્તિકાયાત્મક ‘લોક'નો પ્રકાશ ભાવોદ્યોત વડે કરે છે, તેમ પોતાની આગળ ચાલતા ધર્મચક્ર દ્વારા દ્રવ્યોદ્યોત વડે (બાહ્યઉદ્યોત) પણ કરે છે. આ અપેક્ષાએ તેઓ ભાવોદ્યોત તેમ દ્રવ્યોદ્યોત બંને વડે ‘લોક'નો ઉદ્યોત કરનારા છે. ૩. પ્રશ્ન–શ્રીતીર્થંકરભગવંતની આગળ ચાલતા “ધર્મચક્ર'ની વિશેષતા શી છે ? ઉત્તર–શ્રીતીર્થંકરભગવંત જ્યારે આ ભૂતળ ઉપર વિચરે છે, ત્યારે તેમની આગળ એક “ધર્મચક્ર' ચાલે છે. આ ધર્મચક્ર' દેવકૃત અતિશયસ્વરૂપ હોય છે અને તે આકાશ તથા પૃથ્વીને પ્રકાશિત કરે છે. અરિહાણાઈ થુત્ત'ના કર્તા જણાવે છે કે “સૂર્યબિબની જેમ દેદીપ્યમાન પ્રભાવાળું, તેજથી જાજ્વલ્યમાન એવું “ધર્મચક્ર' જિનેન્દ્રની આગળ ચાલે છે અને આકાશ, પાતાલ તથા સમગ્ર પૃથ્વીમંડલને પ્રકાશિત કરતું તે १. ननु केवलिन इत्यनेनैव गतार्थमेतत्, लोकोद्योतकरणशीला एव हि केवलिनः, सत्यं, विज्ञानाद्वैतनिरासेनोद्योतकरादुद्द्योत्यस्य भेददर्शनार्थम् । –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy