SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ ૫૫ વિશેષ અર્થ : ભગવંતના પિતાને ઉત્પન્ન થયેલો પિત્તદાહ કે જે અનેક ઔષધોથી પણ શાંત નહોતો થતો, તે ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવાનના માતાએ, ભગવાનના પિતાને સ્પર્શ કરવા માત્રથી શાંત થયો માટે શીતલ. શ્રેયાંસ સામાન્ય અર્થ : સમસ્ત ભુવનનું શ્રેયસ એટલે કલ્યાણ કરનારા તે શ્રેયાંસ. વિશેષ અર્થ : ભગવાનના કુલમાં પરંપરાગત એક શય્યા હતી. જે દેવતાથી અધિષ્ઠિત હતી અને તેની હંમેશાં પૂજા થતી હતી. જે તેના પર ચઢે તેને દેવતા ઉપસર્ગ કરતો હતો. ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવંતના માતાને શય્યા પર સૂવાનો દોહદ થયો અને તેના પર માતા ચઢ્યા. દેવ ચીસ મારીને ભાગ્યો. આ રીતે શ્રીતીર્થકર નિમિત્તે દેવની પરીક્ષા કરવામાં આવી અને આ ગર્ભના પ્રભાવથી આ રીતે શ્રેય થયું માટે શ્રેયાંસ. વાસુપૂજ્ય સામાન્ય અર્થ : વસુ એટલે દેવોને પૂજય તે વાસુપૂજય. વિશેષ અર્થ : ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે વાસવે (ઇન્દ્ર) વારંવાર માતાની પૂજા કરી માટે વાસુપૂજય અથવા વસુ એટલે રત્નો. ભગવાન ગર્ભમાં આવ્યા બાદ વૈશ્રમણે વારંવાર રત્નોથી તે રાજકુલને પૂછયું, એટલે કે પૂર્ણ કર્યું માટે પણ વાસુપૂજય. વિમલ– સામાન્ય અર્થ : જેમના મલ ચાલ્યા ગયા છે તે વિમલ અથવા જેમના જ્ઞાન આદિ નિર્મલ છે તે વિમલ. વિશેષ અર્થ ઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ ભગવાનની માતાનું શરીર અને બુદ્ધિ અત્યંત નિર્મલ થયાં માટે વિમલ. અનન્ત– સામાન્ય અર્થ : અનન્ત કર્મોના અંશોને જિતે તે અનંત અથવા અનંત જ્ઞાન આદિ જેમનામાં છે તે અનન્ત. વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવાનની માતાએ સ્વપ્નમાં રત્નમય, અનંત (અતિશય મહાન) માલા જોઈ માટે અનંત. ધર્મ– સામાન્ય અર્થ : દુર્ગતિમાં પડતા પ્રાણીઓના સમૂહને ધારણ કરે તે ધર્મ. વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ તેમની માતા વિશેષ પ્રકારે દાન, દયા, - આદિ ધર્મવાળા બન્યા માટે ધર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy