SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વંદનીય હૃદયસ્પર્શ વાતચીત કરતાં કલાક ક્યાં વીતી જાય તેની ખબર પડતી નહિ. વિજયાબહેન વ્યવહારકુશળ અને દૃષ્ટિસંપન્ન હતાં. પરમાનંદભાઈના જીવન-વિકાસમાં વિજયાબહેનનો ફાળો ઘણો મોટો હતો. પરમાનંદભાઈ એટલે બહુમુખી વ્યક્તિત્વ. પરમાનંદભાઈ એટલે સત્યના અને સૌંદર્યના પૂજારી. પરમાનંદભાઈ એટલે પ્રસન્નતા, વિચારશીલતા, ગુણગ્રાહકતા, સ્વસ્થતા, કલારસિકતા, સંનિષ્ઠા, ઉદારતા, મતાંતરક્ષમા, નિર્દભતા, નિર્ભીકતા, વત્સલતા વગેરેથી ધબકતું જીવન. એમનું વ્યક્તિત્વ એવું ચેતનવંતું હતું, કે હજીયે એમની સાથેના કેટકેટલા પ્રસંગો જીવંત બનીને નજર સામે તરવરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy