SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયાગ — મહાવીર-તીમાં આજીવક તીર્થંકર ગાશાલક કથાનક : સૂત્ર ૫૭ wwwww www પારણાના દિવસે વણકર શાળામાંથી નીકળ્યા, નીકળીને નાલંદાના બહારના ભાગથી વચ્ચેાવચ્ચે થઈને જ્યાં રાજગૃહનગરી હતી ત્યાં આવ્યા, આવીને રાજગૃહ નગરીના ઊંચ-નીચ યાવત્ ભિક્ષાચર્યા માટે ફરતા ફરતા વિજય ગૃહપતિના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે તે ગૃહપતિએ મને આવતા જોયા, જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ બની તે આસન પરથી શીઘ્ર ઊઠયો, ઊઠીને પાદપીઠ પરથી નીચે ઊતર્યા, ઊતરીને, પાદુકાઓના ત્યાગ કરીને, ઉપવસ્ત્ર (ખેસ) ખભે નાખીને અંજલિબદ્ધ હાથે સાત આઠ પગલાં સામે આવ્યા, મારી ત્રણ વખત પ્રદક્ષિણા કરી, મને વંદન નમસ્કાર કર્યાં, ‘હું વિપુલ અશન,પાન, ખાદ્ય, સ્વાદ્ય આહારથી ભગવાનને પ્રતિલાભિત કરીશ ' આવા વિચારથી સંતુષ્ટ થયા, મને આહારદાન કરતી વખતે પણ સંતુષ્ટ થયા, આહારદાન કર્યા પછી પણ સંતુષ્ટ થયા. ત્યારે તે વિજય ગૃહપતિએ દ્રવ્યશુદ્ધિથી, દાયકશુદ્ધિ અને પ્રતિગ્રાહક શુદ્ધિથી એમ ત્રિવિધ શુદ્ધિથી અને ત્રિકરણ શુદ્ધિપૂર્વક આપેલા દાની મને પ્રતિલાભિત કરતાં વેંત દેવનું આયુષ્ય બાંધ્યું, પાતાના સંસાર એછે કર્યા અને તેના ઘરમાં પાંચ દિવ્યા પ્રગટ થયાં, તે આ પ્રકા૨ે (૧) ધનની વૃષ્ટિ થઈ, (૨) પંચ વર્ણના પુષ્પાની વૃષ્ટિ થઇ, (૩) વસ્ત્રાની વૃષ્ટિ થઈ, (૪) દેવ દુંદુભિએ વાગવા લાગ્યાં, અને (૫) આકાશમાં ‘અહીં દાન ! અહો દાન !' એવી ઘાષણા થઈ. ત્યારે રાજગૃહનગરમાં ત્રિભેટે યાવત્ માર્ગમાં ઘણા લાકા એકબીજાને આમ કહેવા લાગ્યા— “હે દેવાનુપ્રિયા ! વિજય ગૃહપતિ ધન્ય છે. હે દેવાનુપ્રિયા ! વિજય ગૃહપતિ કૃતાર્થ છે. હું દેવાનુપ્રિયા ! વિજય ગૃહપતિ કૃતપુણ્ય છે. હે દેવાનુપ્રિયા ! વિજય ગૃહપતિ કૃત-લક્ષણ છે. હે દેવાનુપ્રિયા ! વિજય ગૃહપતિએ બંને લાકને સાક કર્યા. હે દેવાનુપ્રિયા ! વિજય ગૃહપતિએ Jain Education International ૨૫ mw.wwˇˇˇˇw મનુષ્યજન્મ અને જીવનને સફળ કર્યું કે જેના ઘરમાં આવા સાધુ અને સાધુરૂપ મહાપુરુષને સન્માનવાથી તરત જ આ પાંચ દિવ્યા પ્રગટ થયાં, જેવાં કે ધનની વૃષ્ટિ થઈ યાવ— અહો દાન ! અહો દાન !' એવી ધેાષણા થઈ. વિજય ગૃહપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, તેણે મનુષ્ય-જન્મ તથા જીવન સફળ કર્યું છે. ” ગોશાલક્રૃત શિષ્યત્વ પ્રાર્થના પ્રતિ ભગવાનની ઉદાસીનતા ૫૭. ત્યારે તે ગાશાલ મખલિપુત્રે ઘણા લાકા પાસેથી આ જાતની વાત સાંભળી, મનમાં વિચારી અને સશય તથા આશ્ચય ઉત્પન્ન થવાથી તે જ્યાં વિજય ગૃહપતિનું ઘર હતુ ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે જોયું કે વિજય ગૃહપતિના ઘરમાં ધનની વૃદ્ધિ થયેલી અને પાંચ વર્ણનાં પુષ્પા પડેલાં. વળી મને વિજય ગૃહપતિના ઘરમાંથી બહાર નીકળતા તેણે જોયા, જોઈને હૃષ્ટ-તુષ્ટ બનીને જ્યાં હું હતા ત્યાં તે આવ્યા, આવીને મારી ત્રણ વાર પ્રદક્ષિણા કરીને તથા વંદન-નમસ્કાર કરીને મને કહ્યું–‘હું ભંતે ! તમે મારા ધર્માચાર્ય, હું તમારો ધર્મ –અંતેવાસી.' ત્યારે હે ગૌતમ ! મેં ગાશાલ મખલિપુત્રના આ કથનના ન આદર કર્યા, ન સ્વીકાર. હું મૌન રહ્યો. ભગવાનના દ્વિતીય માસભક્ષણના પારણા વેળાએ પાંચ દિવ્ય ૫૮. ત્યાર પછી હે ગૌતમ! હું રાજગૃહનગરમાંથી નીકળ્યા, નીકળીને નાલંદાના ઉપનગરની વચ્ચેા વચ્ચ થઈને જ્યાં વણકરશાળા હતી ત્યાં આવ્યા, આવીને બીજી વાર પણ માસક્ષમણ કરતા રહેવા લાગ્યા. ત્યાર પછી હું ગૌતમ ! બીજા માસ ક્ષમણના પારણાના દિવસે વણકરશાળામાંથી નીકળ્યા, નીકળીને નાલંદા ઉપનગરની વચ્ચેાવચ્ચ થઇને જ્યાં રાજગૃહ નગર હતું–યાવત્ ભિક્ષાચર્યા માટે ફરતા ફરતા આનંદ ગૃહપતિના ઘરમા પ્રવેશ્યા. ત્યારે તે For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy