SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુત્ર–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશ કથાનક : સૂત્ર ૨૬ ૩૫ તથા, ને એક એક સ્તૂપની ફરતી ચારે દિશામાં વળી બીજી મણિપીઠિકાઓ આવેલી છે. તે પીઠિકાઓની લંબાઈ પહોળાઈ આઠ યોજન અને જાડાઈ ચાર યોજન છે. એ પીઠિકા અનેક પ્રકારના મણિથી નિર્મેલી અતિશય રમણીય—યાવર્તુ-પ્રતિરૂપ છે. એ દરેક મણિપીઠિકા ઉપર અને એ સ્તૂપોની બરાબર સામે ચાર જિનપ્રતિમા વિરાજેલી છે, એ પ્રતિમાઓ જિનની ઊંચાઈ જેટલી ઊંચી અને પર્યકાસને બેઠેલી છે. તે આ પ્રમાણે છે (૧) ઋષભની (૨) વર્ધમાનની (૩) ચન્દ્રાનનની અને (૪) વારિષેણ જિનની છે. વળી, તે તૂપની સામે સોળ યોજન લાંબી પહોળી અને આઠ જન જાડી એવી સર્વમણિમય બીજી મણિપીઠિકાઓ બનાવેલી છે– નિમળ-પાવનૂ-પ્રતિરૂપ. તે દરેક પીઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષ આવેલું છે. એ બધાં ચૈત્યવૃક્ષે આઠ યોજન ઊંચાં અને અડધો જન ઊંડા ( જમીનમાં રહેલાં) છે. બે પેજન ઊચું તેમનું થડ અડધા જન પહોળું છે. થડથી નીકળી ઊંચી ગયેલી વચલી શાખા છ જન ઊંચી છે. એમ એ રૌન્ય. વૃની સર્વાગ લંબાઈ પહોળાઈ એકંદર આઠ જનથી થોડી વધુ છે. તે ચૈત્યવૃક્ષોનું વર્ણન આ પ્રમાણે કરાયું છે તે વૃક્ષોનાં મૂળ વમય, શાખા રજતમય, કંદો રિટ્ટરત્નમય, સ્કંધ વૈડૂર્યન, ડીટિયાં સુવર્ણમય, કોમળ કુંપળ જાંબુનદસુવર્ણમય અને કુલફલભર વિચિત્ર મણિરત્નમય સુરક્ષિત છે. એ ફળોનો રસ અમૃતસમ મધુર છે. એ રીતે સરસ છાયા, પ્રભા, શોભા અને પ્રકાશવાળાં અ ર વૃક્ષો વિશેષમાં વિશેષ પ્રાસાદિક છે. એ વૃક્ષો ઉપર આઠ આઠ મંગળ દવજો અને છત્રે વગેરે શેભી રહેલાં છે. એ ચૈત્યવૃક્ષોની આગળ આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જડી એવી સર્વ મણિમય વળી બીજી અનેક મણિપીઠિકાઓ આવેલી છે–ચાવતુ-સુંદર. એ દરેક પીઠિકા ઉપર સાઠ જન ઊંચા, એક યોજન ઊંડા (જમીનમાં) અને એક યોજન પહેળા એવા વિશિષ્ટ પ્રકારના વજમય મહેન્દ્ર વજો આવેલા છે, તેમની ઉપર પવનથી હાલતી નાની નાની અનેક પતાકાઓ, આઠ આઠ મંગળ, ધ્વજ અને છત્રો વગેરે બધું લહેરી રહેલું છે. તે દરેક મહેન્દ્રધ્વજની આગળ સે જન લાંબી, પચાસ યોજન પહોળી અને દસ યોજન ઊી એવી નંદા નામની પુષ્કરિણીઓ આવેલી છે તેનું પૂર્વવત્ વર્ણન સમજવું. એનાં પાણી સામાન્ય પાણી જેવાં મીઠા રસવાળાં છે. એ પ્રત્યેક પુષ્કરિણીની ચારે કોર પૂર્વે વર્ણવેલાં પદ્મવરવેદિકાઓ અને વનખંડે આવેલાં છે. એ પુષ્કરિણીઓમાં ત્રણ બાજુ સરસ સોપાનો ગોઠવેલાં છે તથા ઉપર બેસાડેલાં તોરણે, વજો, આઠ આઠ મંગળ અને છત્રાતિછત્રો વગેરેનું વર્ણન અહીં સમજવું. એ સુધમસભામાં પૂર્વ અને પશ્ચિમમાં સોળ સોળ હજાર તથા દક્ષિણ અને ઉત્તરમાં આઠ આઠ હજાર મળી કુલ અડતાલીસ હજાર પેઢલીઓ બાંધેલી છે. એ પેઢલીઓ ઉપરનાં પાટિયાં સુવર્ણ રજતમય અને તે ઉપર જડેલા નાગદતો વજીમય છે. તે નાગદતોમાં કાળા સુતરની લાંબી લાંબી માળાઓ લટકે છે. વળી, એ સુધમાંસભામાં એ પેઢલીના જેવી જ અને જેના ઉપર સુખે સૂઈ શકાય એવી સુકોમળ સુંદર ગેમાનસીએ-શધ્યાએ બીછાવેલી છે. એવી અડતાલીસ હજાર ગામાનાસીઓ આવેલો છે. નાગદત પર્યત એમનું વર્ણન મને ગુલિકાઓ સમાન સમજવું. - તે ગેમાનસીની પાસે જ જડેલા નાગદૂતેમાં ટાંગેલાં રજતમય શિકી ઉપર વૈર્યમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy