SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં પિકિલા કથાનક : સૂત્ર ૧૯૦ પપ પોટ્ટિલાનું રૂપ વિકુવીને તેતલીપુત્રથી ન અતિ દૂર કે ન અતિ નજીક એવી રીતે રહી આ પ્રમાણે કહ્યું “હે તેટલીપુત્ર ! આગળ પ્રપાત છે અને પાછળ હાથીનો ભય ! ચોપાસ ઘોર અંધારુ છે, આંખોથી કંઈ દેખાતું નથી અને તે વચ્ચે બાણની વર્ષા વષી રહી છે. ગામમાં આગ લાગી છે અને વન ભડકે બળે છે અને વનમાં આગ લાગી છે અને ગામ ભડકે બળે છે ! આયુષમાન તેતલીપુત્ર! અમે કયાં જઈએ ?' ત્યારે તે તેટલીપુત્રે પાટ્રિલ દેવને આ પ્રમાણે કહ્યું–‘અરે ! જેમ ઉત્કંઠિત વ્યક્તિ માટે સ્વદેશગમન, ભૂખ્યા માણસને અનન, તરસ્યાને પાણી, રોગીને ષધ, માયાવીને રહસ્ય, અભિયુક્ત-શત્રુથી ઘેરાયેલાને પ્રતીતિ, માર્ગથી થાકેલાને વાહન, પાર જવા ઇચ્છનારને વહાણ, શગુને હરાવવાની ઇચ્છાવાળાને સહાય શરણ છે તેમ ભયભીતને માટે પ્રવ્રજ્યા શરણરૂપ છે. પરંતુ ક્ષાન, દાન અને જિતેન્દ્રિયને આમાંનું એકે જરૂરી નથી.” ત્યારે તે પટ્ટિલ દેવે તેટલીપુત્ર અમાત્યને આ પ્રમાણે કહ્યું- હે નેતલીપુત્ર! તું ઠીક કહે છે. એટલે આ જ વાતને બરાબર સમજ' (અર્થાત્ નું પોતે જ ભયગ્રસ્ત છે એટલે તારે માટે પણ પ્રવ્રજ્યા જ શરણ છે એ સમજ) આમ બીજી વાર અને ત્રીજી વાર પણ કહ્યું, અને કહીને પછી જે દિશામાંથી આવેલ તે જ દિશામાં તે દેવ પાછો ફર્યો. તેટલીપુત્રને જાતિસ્મરણ અને પછી પ્રવ્રજ્યા ગ્રહણ ૧૯૦. ત્યાર પછી તે તેટલીપુત્રને શુભ અધ્યવસાય ભાવ થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે તેટલીપુત્રને આવા પ્રકારનો માનસિક ભાવ યાવત્ સંકલ્પ થયો– હું સાચે જ જંબૂદ્રી પનામક દ્વીપમાં, મહાવિદેહ ક્ષેત્રમાં, પુષ્કલાવતી વિજયમાં, પુડરીકિણી રાજધાનીમાં મહાપાનામે રાજા હતા. ત્યાં મેં સ્થવિર મુનિરાજ પાસે મંડિત થઈ દીક્ષા લીધી હતી. અને સામાયિકથી શરૂ કરીને ચૌદ પૂર્વ સુધીનું અધ્યયન કરી, અનેક વર્ષ સુધી શ્રામપર્યાય પાળી અંતમાં એક માસની સંલેખના કરી મહાશુક્ર ક૯પમાં દેવ રૂપે ઉત્પન્ન થયો હતો. ત્યાર પછી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થતાં તરત તે દેવલોકમાંથી આવીને આ જ તેટલીપુરમાં તેતલી અમાત્યની ભાય ભદ્રાની કુક્ષિામાં પુત્રરૂપે જન્મ્યો. તો મારા માટે પૂર્વે ગ્રહણ કરેલાં મહાવ્રતે પોતાની મેળે જ અંગીકાર કરીને વિચરવું શ્રેયસ્કર છે. આમ વિચાર્યું, વિચારીને પછી પોતાની મેળે જ મહાવ્રતો અંગીકાર કર્યા, મહાવ્રતો અંગીકાર કરીને જયાં પ્રમાદવન નામે ઉદ્યાન હતું ત્યાં આવ્યો, આવીને શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટ પર સુખપૂવક બેસીને ચિંતન કરતાં, પહેલાં જેનું અધ્યયન પોતે કરેલ તે સામાયિકથી લઈ ચૌદ પૂર્વનું તેને સ્મરણ થયું. તેતલીપુત્ર અનગારને કેવળજ્ઞાન૧૯. ત્યાર પછી તે તેટલીપુત્ર અનગારનો શુભ પરિ ણામ, પ્રશસ્ત અધ્યવસાય અને વિશુદ્ધ થયેલ લેશ્યાઓના કારણે તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી, કર્મનો નાશ કરનાર અપૂર્વકરણમાં પ્રવેશ થયો અને પછી તેને ઉત્તમ કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયાં. ત્યારે તેનલીપુર નગરની સમીપ વસતા વાન. વ્યંતર દેવ અને દેવીઓએ દેવદુંદુભીએ વગાડી, પાંચ રંગનાં પુષ્પોની વૃષ્ટિ કરી, વસ્ત્રોની વૃષ્ટિ કરી, દિવ્ય ગીત-સંગીતનો નિનાદ કર્યો– આમ કેવળજ્ઞાનોત્પત્તિની ઉજવણી કરી. કનકધ્વજ દ્વારા શ્રાવકધર્મ—ગ્રહણ– ૧૯૨. ત્યાર પછી કનકધ્વજ રાજાએ આ વૃત્તાંત સાંભળી આમ (મનોમન) કહ્યું–‘જરૂર મેં અપમાન કર્યું તેથી તેટલીપુત્રે મુંડિત બની પ્રજયા ગ્રહણ કરી તો હું તેનલીપુત્ર અણગારને જઈને વંદન-નમસ્કાર કરું, વંદન-નમન કરી મારા આવા કાર્યની વારંવાર વિનયપૂર્વક ક્ષમા માગું.' આમ તેણે વિચાર્યું, વિચારીને સ્નાન કરી ચતુરંગિણી સેના સાથે જ્યાં પ્રમાદવન હતું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy